લાંબી સફેદ દાઢીમાં ફિલ્મ ‘ચેહરે’માં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લુક થયો રીલીઝ

350

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મ ‘ચેહરે’નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. અગાઉથી નક્કી કરાયેલી તારીખ ૧૦ મેના રોજ જ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું છે. ‘ચેહરે’ ફિલ્મને ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’, ‘લાઈફ પાર્ટનર’ ફેમ ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરી રહ્યા છે જ્યારે આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. આ ફિલ્મથી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર ઓન સ્ક્રીન સાથે દેખાશે. ‘ચેહરે’ ફિલ્મ આવતા વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મી પહેલી જ વાર ફિલ્મ ‘ચેહરે’માં સાથે કામ કરી રહ્યાં છે. 10 મેથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. અમિતાભ બચ્ચને હાલમાં તેમનો લુક રીવિલ કર્યો હતો. બિગ બીએ ટ્વિટર પર ફિલ્મના એક સીનની તસવીર શૅર કરી હતી. અગાઉ ડિરેક્ટર રૂમી જાફરીએ જણાવ્યું હતુ કે, ‘શરૂઆતથી જ બચ્ચન સાહેબ આ ફિલ્મમાં સામેલ થવા રાજી થઇ ગયા હતા. તે આ પ્રોજેક્ટમાં ખૂબ રસ લઇ રહ્યા હતા. હું મારી જાતને લકી માનુ છું કે, હું એમની સાથે ફિલ્મમાં કામ કરવાનો છું. મારા માટે પડકાર એ હતો કે, મારે એમની પાસે કંઈક એવું કરાવવાનું હતું જે એમણે અગાઉ ક્યારેય ન કર્યું હોય. મને લાગે છે કે હું એવા સ્ટોરી પ્લોટ સાથે આવ્યો છું જે બચ્ચન સાહેબને અલગ જ રૂપમાં રજૂ કરશે.’

Loading...