જાહેરાતમાં વકીલનો ડ્રેસ પહેરવા બદલ અમિતાભ બચ્ચનને દિલ્હી બાર કાઉન્સીલની નોટિસ

94

તાજેતરમાં જ જવેલરી બ્રાન્ડની જાહેરાતમાં બેંક કર્મચારીઓનાં કાર્યોને ખોટી રીતે દર્શાવવાનો આરોપ અમિતાભ બચ્ચન પર લગાવવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત બીગ બી જાહેરાતને લઈ વિવાદોમાં ફસાયા છે. આ વિજ્ઞાપન એવેરસ્ટ મસાલાની છે.

સદીના મહાનાયક અમિતાભ પર આ જાહેરાત અંગે દિલ્હી બાર કાઉન્સીલ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આ જાહેરાતમાં અમિતાભ વકીલના ડ્રેસમાં નજરે પડે છે. જેને ખોટુ દર્શાવતા બાર કાઉન્સીલે લીગલ એકશન લીધી છે. આ જાહેરાતને પ્રસારીત કરવા માટે બાર કાઉન્સીલની પરવાનગી લેવી પડશે. તા.૬ ઓકટોબરના રોજ યોજાયેલી મીટીંગમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બાર કાઉન્સીલના ચેરમેન કે.સી. મિત્તલે જણાવ્યું કે આ અંગે ચેતવણી આપવામાં આવી છે. જેમાં અભિનેતા, એવેરસ્ટ મસાલા અને મિડિયા કંપનીને કહેવામાં આવ્યું હતુ કે હવેથી કોઈપણ જાહેરાતમાં વકિલનો ડ્રેસ પહેરવો નહી.

Loading...