Abtak Media Google News

ભાજપે મંદિરથી મોઢુ નથી ફેરવ્યું

મંદિર વહીં બનાયેંગે…

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીની સેમીફાઇનલ સમાન ગણાતી રાજસ્થાન, મઘ્યપ્રદેશ સહીતના રાજયોમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાઇ રહી છે. આ ચુંટણીમાં રોટી, કપડા, મકાનની સાથે વિકાસ અને રામમંદીરનો મુદ્દો પણ પ્રભાવી બન્યો છે. દેશમાં વસ્તા કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમાન રામમંદીરના વિવાદનો મુદ્દો લાંબા સમયથી સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ છે. વિકાસના મુદ્દે રાજસ્થાન અને મઘ્યપ્રદેશમાં ચુંટણી લડી રહેલા ભાજપને કોંગ્રેસ તરફથી જોરદાર ટકકર મળી રહી હોય બન્ને રાજયોમાં કસોકસની લડાઇ બની ગઇ છે.

જેથી હિન્દુ બહુમતિવાળા રાજસ્થાનમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે ફરીથી રામમંદીરનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજસ્થાનમાં ચુંટણી  પ્રચારાર્થે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે ગઇકાલે જયપુર યુવાનો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમની પાર્ટી અયોઘ્યામાં રામમંદીર બાંધવા માટે પ્રતિબઘ્ધ છે અને રામમંદીરના મુદ્દા પર તેમની પાર્ટીનું વલણ કાયમી છે.

તેમનો આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીમાં વર્તમાન કરતા વધારે બહુમતિ સાથે સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો. શાહે કોંગ્રેસની વિવિધ મુદ્દે આકરી ટીકાઓ કરીને રાજયની અવિરત પ્રગતિ માટે ભાજપને ફરીથી વિજયી બનાવવા યુવાનો અને પક્ષના કાર્યકરોને હાંકલ કરી હતી.

અયોઘ્યામાં રામમંદીરનો વિવાદમાં ન્યાયિક સમાધાન ઇચ્છે રહી છે. તેમ જણાવીને શાહે કોંગ્રેસ મતદારોને પોતાની તરફ વાળવા વિવિધ મુદ્દે ગુંચવીને મહાગઠ્ઠબંધન બનાવવાની વાત કરી રહી છે. કોંગ્રેસના આ જુઠ્ઠાણાઓને મતદારો સમક્ષ ખુલ્લા પાડવા કાર્યકરોને વિનંતી કરી હતી આ કાર્યક્રમમાં અયોઘ્યામાં નિર્માણ પામનારા રામમંદીરની પ્રતિકૃતિ પણ દર્શાવવામાં આવી હતી.

અમિતભાઇ શાહે જયપુરની ટાગોરા સ્કુલમાં યોજાયેલા યુવાનો સાથેના સંવાદના કાર્યક્રમ બાદ ભરતપુર, અજમેર, કોટા, જોધપુર અને ઉદયપુરમાં છ સ્થળો પર જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમની સાથે મુખ્યમંત્રી વસુંધરા રાજે, પાર્ટીના રાજય પ્રમુખ મદનલાલ સૈની સહીતના ઉચ્ચ નેતાઓ જોડાયા હતા. શાહે પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બિકાનેરમાં એક રોડ-શોનું પણ કર્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રીઓ પ્રકાર જાવડેકર અને અર્જુન રામમેધવાવ પણ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અયોઘ્યામાં રામમંદીરનો વિવાદ સુપ્રિમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહ્યો છે. રાજસ્થાન મઘ્યપ્રદેશ વગેરે રાજયોમાં વર્તમાન સમયમાં યોજાઇ રહેલી વિધાનસભાની ચુંટણીમાં આ રાજયોમાં રહેલી ભાજપ સરકાર સામે મતદારોમાં સરકાર વિરોધી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જેથી વિકાસનો મુદ્દો હવે અસરકારક રહ્યો ન હોય ભાજપે રામમંદીરનો મુદ્દો ફરીથી છેડયો છે આ પહેલા દશેરાની વિજય રેલીમાં સંઘ સુપ્રિમો મોહન ભાગવતે અયોઘ્યામાં રામ મંદીરનું ઝડપથી નિર્માણ થાય તે માટે મોદી સરકાર ખાસ ખરડો પસાર કરે જેવી માંગ કરી હતી વિશ્વ હિન્દુ પરિષદ અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓ ઝડપથી રામમંદીર બનાવવી માંગ કરીને હિન્દુ મતદારોને રીઝવવા ના પ્રયાસોમાં લાગી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.