Abtak Media Google News

લોકસભાની ચૂંટણીમાં ફરી ગુજરાતની ૨૬ બેઠકો પર ભગવો લહેરાવવા રોડ મેપ તૈયાર કરાશે

લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ફરી ભગવો લહેરાવવા માટે રોડ મેપ તૈયાર કરવા આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં ભાજપની ચિંતન બેઠક મળશે જેમાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ઉપસ્થિતિ રહેશે.

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તારીખ ૨૫ જુનના રોજ એસ.જી.વી.પી. ગુરુકુળ અમદાવાદ ખાતે યોજાનાર ચિંતન બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહી માર્ગદર્શન આપશે. તા.૨૪ અને ૨૫ જુન બે દિવસ ચાલનારી આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા પ્રદેશ આગેવાનો ઉપસ્થિતિ રહેશે. આ બેઠકમા સંગઠન અને સરકારની પ્રજાલક્ષી કામગીરી, સંગઠનલક્ષી ચર્ચાઓ-યોજનાઓ તેમજ આગામી લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં રાજ્યમાં ફરીથી તમામ બેઠકો જીતવા માટેનો રોડમેપ નક્કી કરવામાં આવશે.

આગામી ૨૬ જુને અમદાવાદ ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા દ્રારા કટોકટી કાળમાં મીસાના કાળા કાયદા હેઠળ જેલવાસ ભોગવનારા મીસાબંધુઓના સન્માનનો કાર્યક્રમ યોજાશે. ૨૫ જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધી દ્રારા પોતાની સત્તા બચાવવા માટે ગેરબંધારણીય રીતે દેશમા કટોકટી લાદી લોકશાહીની હત્યા કરી હતી.

કટોકટીના આ કારમા કાળ દરમિયાન ન્યાયતંત્ર, લોકતંત્ર અને મીડીયાને બાનમાં લઈ લાખો નિર્દોષોને જેલમાં પુરી દીધા હતા. દેશભરમાં કારમી કટોકટી લાગુ થયાના આ દિવસને ભાજપા દ્રારા સમગ્ર દેશમા કાળા દિવસ તરીકે મનાવવામા આવે છે. તે અનુસંધાને ૨૬મી જુનના રોજ ભાજપા દ્રારા સાંજે ૪:૩૦ કલાકે દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે મીસાબંધુઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ગુજરાતભરમાંથી મીસાબંધુઓ ઉપસ્થિતિ રહેશે.

આજે ભારતીય જનસંઘના સપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથી છે. દેશની એકતા અને અખંડીતતા માટે પોતાની જાનનું બલીદાન આપનાર તેઓ આઝાદ ભારતના પ્રથમ વ્યક્તિ હતા. ૨૩ જુન ૧૯૫૩ના દિવસે શ્રીનગરમાં તેમનુ સંદિગ્ધ અવસમાં મૃત્યુ થયુ હતુ. આ દિવસને ભાજપા દ્રારા દેશભરમા બલીદાન દિવસ તરીકે મનાવવામા આવે છે. ૨૩ જુનના રોજ ગુજરાતભરમાં ભાજપા દ્રારા જીલ્લા અને મંડલ કક્ષાએતેમની પ્રતિમાને પુષ્પાંજલી તેમજ સામૂહિકતામા તેમના જીવનકવનના કન તેમજ દેશની રક્ષા કાજે શહીદ થયેલા સૈનિકો માટે શ્રધ્ધાંજલીના કાર્યક્રમ યોજાશે. જેમાં દરેક જગ્યાએ ભાજપાના આગેવાનો/કાર્યકરો ઉપસ્થિતિ રહેશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.