સોમનાથના શરણે શીશ ઝૂકાવતા અમિત શાહ

148

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ગંગાજળ અભિષેક કરી પરિવાર સાથે ધન્યતાની લાગણી અનુભવી હતી.

આ પ્રસંગે ધ્વજાપુજાનુ વિશેષ આયોજન કરવામાં આવેલ જેમાં અમીતભાઇ શાહ, તેમના પુત્ર જયશાહ તેમજ પુત્રવધુ તેમજ પૌત્રી સાથે પણ જોડાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર દ્વારા શાલ તેમજ સોમનાથ દાદાની સ્મૃતીઆપી  તેઓનુ સન્માન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે જીતુભાઇ વાઘાણી, ભીખુભાઇ દલસાણીયા, જશાભાઇ બારડ, ઝવેરીભાઇ ઠકરાર,  ડોલરભાઇ કોટેચા, ગીરીશભાઇ કોટેચા, રાજેશભાઇ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, જગદિશભાઇ ફોફંડી, કિશોરભાઇ કુહાડા, શિવાભાઇ સોલંકી, સહિત અગ્રણી ઉપસ્થીત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...