Abtak Media Google News

રાજનાથસિંઘને રાજનૈતિક બાબતોની સમિતિમાંથી બાકાત રખાતા મોદી કેબીનેટમાં નંબર-ર અમિત શાહ હોવાની રાજકીય અટકળો

તાજેતરમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેબીનેટની તાજપોથીમાં મોદી બાદ બીજા નંબરે રાજનાથસિંઘે શપથ લીધા હતા. જેથી તેમને મોદી કેબીનેટમાં નંબર-ટુ નું સ્થાન અપાયાની અટકળો વહેતી થઇ હતી. જયારે, અમિત શાહે રાજનાથસિંઘ બાદ ત્રીજા નંબરે શપથ લીધા  હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રચેલી આઠ કેબીનેટ સમિતિઓમાંથી તમામ સમિતિઓમાં અમિત શાહને સ્થાન અપાયું છે.

જયારે રાજનાથસિંઘનો છ સમિતિઓમાં જ સ્થાન અપાયું છે. જેથી આ નિમણુંકે પુરવાર કર્યુ છે કે મોદી કેબીનેટોમાં અમિત શાહ જ નંબર-ટુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય મંત્રી રાજનાથસિંઘને કેબીનેટને વધુ ચાર સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ગુરુવારે જયારે કેન્દ્રે સરકારની અલગ અલગ આઠ સમિતિઓની નામાવલી પ્રસિઘ્ધ થઇ તો તેના રક્ષામંત્રી  રાજનાથસિંહનું નામ કેન્દ્ર સરકારની વધુ ચાર મંત્રી મંડળની સમિતિમાં ઉમેરવામાં આવ્યું હતું.

રક્ષામંત્રી રાજનાથસિંહ હવે સંસદીય બાબતની મંત્રી મંડળીય સમિતિના અઘ્યક્ષ રાજનૈતિક બાબતની સમિતિ રોકાણ અને વિકાસની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ પહેલા તે આર્થિક બાબતો અને રક્ષા બાબતની બે અલગ અલગ સમિતિથી જવાબદારી સોંપવામાં આવી હતી.

અગાઉ મોદી સરકારે બીજા કાર્યકાળમાં આઠ સમિતિઓની રચના કરી હતી. ખાસ વાત એ છે કે શરુઆતમાં રાજનાથસિંહને આઠમાંથી બે સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહને તમામ આઠ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. અમિત શાહ પછી સૌથી વધુ સાત સમિતિઓમાં નાણામંત્રી નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ, પાંચ નીતીન ગડકરી અને નરેન્દ્ર સિંહ તોમરેને ચાર-ચાર સમિતિઓના સ્થાન આપવામાં આવ્યા છે.

આ અગાઉ બુધવારે સરકારે આર્થિક વૃઘ્ધિ અને રોજગારી ક્ષેત્રમાં કામ કરવા માટે બે સમિતિઓની રચના કરવામાં આવી હતી. સરકારે રોજગાર બાબત અને આથિક વૃઘ્ધિ પર ઘ્યાન કેન્દ્રીત કરીને પ્રથમવાર સમિતિઓ બનાવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બનાવાયેલી સમિતિઓમાં તેમના ઉપરાંત અમિત શાહ, રાજનાથસિંહ, નીતીન ગડકરી, પીવી સદાનંદ ગોડા, નિર્મલા સિનારામન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમત કૌર, બાદલ એસ. જયશંકર, પીયુષ ગોએલ અને ધમેન્દ્ર પ્રધાન ને સામે કરવામાં આવ્યા હતા.

સુરક્ષા બાબતોની સમિતિના પ્રમુખ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીનારામન, વિદેશી મંત્રી એસ. જયશંકરને સુરક્ષા સમિતિમાં સ્થાન આપવામાં આવ્યુ: છે.

આવાસ સમિતિમાં  ગૃહમંત્રી અમિતશાહ ને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે નીતીન ગડકરી, નાણામંત્રી નિર્મલા સિતારામન રેલમંત્રી પિયુષ ગોએલ, પીએમઓ મંત્રી જીતેન્દ્ર સિંઘ અને ઉડ્ડયન મંત્રી હરદિપ પુરીને આમંત્રિત સદસ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

રાજનૈતિક સમિતિમાં કેન્દ્ર સરકારની નીતી વિષયક બાબતોની દ્રષ્ટિએ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. મોદી સરકારે ગયા કાર્યકાળમાં રાજનાથસિંઘને રાજનૈતિકે બાબતોની સમિતિમાં સ્થાન આપ્યું હતું. પરંતુ આ વખતે તેમને રાજનૈતિક બાબતોની સાથે સાથે સંસદીય બાબતોની સમિતિથી દુર રાખવામાં આવ્યા છે. સરકાર દ્વારા નવી રચવામાં આવેલી સમિતિઓમાં ભાજપના સર્વેસર્વા અને ગૃહમંત્રી  અમિતભાઇ શાહને તમામ આઠ સમિતિઓમાં સામેલ કરીને કેબીનેટમાં તેઓને નંબર-ટુ નું હોવાનું પુરવાર કરાયું છે.

રાજનાથસિંહને રાજનૈતિક બાબતેની સમતિમાંથી બાકાત રાખવાની ચર્ચાએ વિવાદ સર્જાયો છે. રાજનાથસિંહ ને બે વાર પાર્ટી અઘ્યક્ષપદે તથા ઉતરપ્રદેશ સરકારના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. રાજનૈતિક બાબતની સમતિનિે સરકારની મહત્વની સમિતિ માનવામાં આવે છે. અમિત શાહને રાજકીય બાબતોની સમિતિની સાથે સાથે તમામ સમિતિ ઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેબીનેટ સમિતિઓમાં અમિત શાહને સ્થાન આપીને નંબર-ટુ સ્થાપિત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.