Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગુજરાતની રાજધાની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડવાના છે. ગઈકાલે ભાજપ દ્વારા આ અંગે વિધીવત જાહેરાત કરવામાં આવતા રાજકોટ શહેર ભાજપમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરાવી તથા ડાન્સ કરી પોતાની ખુશાલી વ્યકત કરી હતી.Dsc 8460

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતના શહેર ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.Dsc 8475

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.