Abtak Media Google News

યુવાનોને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભરપૂર વિશ્વાસ: ગુજરાતની ૨૬ બેઠકોના પરિણામ ભાજપ માટે  આંચકાજનક રહેશે

રાજકોટમાં લોકસભા ચૂંટણીના કોંગ્રેસના  કાર્યાલયનું ઉદ્ઘાટન

Ashok Dangar

આધુનિક રાજકોટના પાયામાં કોંગ્રેસની કેન્દ્ર સરકારની યોજના છે:

Lalit 1

રાજકોટના વેપારી,ખેડુત,વિદ્યાર્થી,બહેનો બધાનો અવાજ દિલ્હીમાં પહોંચાડીશ: લલિત કગથરા

 

Aaa 1લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના કાર્યાલયનું ઉદઘાટન શનિવારે સાંજે રાજકોટના ઢેબરભાઇ રોડ પર ગુરુકુળની સામે કાર્યકરોની જંગી મેદની વચ્ચે, અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભાના ઉમેદવાર લલિત કગથરાને જંગી બહુમતિથી ચૂંટીને દિલ્હી મોકલવા સૌએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભાજપના પાંચ વર્ષના શાસનમાં માત્ર મોટી અને ખોટી વાતો જ થઇ છે. લોકોની સમસ્યા યથાવત રહી છે એવો સૂર વક્તાઓએ કાઢ્યો હતો અને એટલે હવે મોદી સરકારને દિલ્હીમાં કોઇ કાળે  ભારતના લોકો જોવા માંગતા નથી. રાજકોટમાં કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશ કોંગ્રેસપ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડાએ કર્યું હતું. એમણએ શ્રી લલિતભાઇ કગથરાને શુભેચ્છા પાઠવી હતી અને કાર્યકરોને પણ તન-મનથી ચૂંટણી કાર્યમાં લાગી જવા જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસેના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડાએ લોકસભા રાજકોટના કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું કે ૨૦૧૪માં જુઠું બોલીને, લોકોને ખોટા વાયદા કરીને નરેન્દ્રભાઇ મોદી અને ભાજપે સરકાર તો બનાવી લીધી પરંતુ એમણે એ પછી લોકોને ઉલઝાવવા સિવાય, વેપારીઓને ગભરાવવા સિવાય કંઇ કર્યું નથી. વિકાસની વાતો વચ્ચે વિકાસ તો ફક્ત ઉદ્યોગોનો થયો, ઉદ્યોગકારોનો થયો. ખેડુત, વેપારી, આમઆદમીના પ્રશ્ર્નો યથાવત રહ્યા છે. નરેન્દ્રભાઇની વાતો પરથી હવે લોકોને ભરોસો ઉઠી ગયો છે. શ્રી અમિતભાઇ ચાવડાએ કહ્યું કે કોંગ્રેસે શરુ કરેલી યોજનાના નામ બદલીને કે પછી નજીવા ફેરફાર કરીને ભાજપ સરકાર જશ લેતી રહી. જેનો પાયો કોંગ્રેસે નાંખ્યો હતો એવી યોજનાઓના ઉદઘાટન પોતે કરીને લોકોની આંખમાં ધૂળ એમણે નાંખી છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો ઉલ્લેખ કરીને શ્રી અમિતભાઇએ કહ્યું કે કોંગ્રેસે ગરીબલક્ષી યોજના જાહેર કરી, ન્યાયની વાત કરી એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. લોકોને આ યોજનામાં સચ્ચાઇ લાગી છે એટલે ભાજપને હારની બીક લાગી ગઇ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કાળા નાણાં પાછા લાવવાનો વાયદો કર્યો હતો અને લોકોને ૧૫ લાખ ૧૫ લાખ રુપિયા મળશે એવી વાત કરી હતી પરંતુ પાંચ વર્ષમાં તો નિરવ મોદી, વિજય માલ્યા જેવા લોકોને ભાજપની સરકારે ભગાડી દીધા પણ લોકને રુપિયા મળ્યા નથી. જ્યારે કોંગ્રેસે જે વાત કરી છે એ નક્કર છે. જે શક્ય હોય, પાળી બતાવી શકાય એમ હોય એવા વચન કોંગ્રેસ આપે છે.

રાહુલ ગાંધીએ છેલ્લા પાંચ વર્ષમાં ભારતભ્રમણ કરીને નવીપેઢીમાં એક વિશ્વાસ પૈદા કર્યો છે. યુવાનોને એમના વાત આકર્ષી રહી છે. દેશના કરોડો લોકોની સમસ્યાને એ સમજે છે. એમણે કહ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની એના પરથી લોકોનું મન શું છે એ સમજી શકાય છે. લોકસભામાં પણ એવું થશે. ગુજરાતની ૨૬ બેઠકના પરિણામ જાહેર થશે ત્યારે ભાજપના સ્થાનિક અને કેન્દ્રના નેતાઓને આંચકો લાગશે. રાજકોટના લોકસભાના ઉમેદવાર લલિત કગથરાને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા એમણે અપીલ કરી હતી.

લોકસભાના ઉમેદવાર શ્રી લલિતભાઇ કગથરાએ જણાવ્યું કે કોંગ્રેસે મને જે તક આપી છે એ હું પુરવાર કરી બતાવીશ અને રાજકોટના લોકોની સેવા કરવા મારાથી બનતું બધું કરી છૂટીશ. ખેડુતોને પાકવીમો અને ટેકાના ભાવની સમસ્યા છે તો વેપારીઓ નોટબંધીના મારથી હજી કળ વળી નથી. હું આ તમામ વર્ગ માટે કામ કરીશ. પાણીની સમસ્યા કે પછી રાજકોટના ભાગે આવતી કેન્દ્રની કોઇ પણ વાત હોય હું મોટા અવાજે તમારો અવાજ દિલ્લી પહોંચાડીશ. અત્યાર સુધી રાજકોટના લોકો સાથે ફક્ત દગાખોરી થઇ છે. હવે અમે લડીને પણ સુવિધા લાવશું. રાજકોટ લોકસભા મતવિસ્તારના કાર્યકરોનો એમણે આભાર માન્યો હતો અને એમને માર્ગદર્શન આપતા આગેવાનોનું પણ સારું માર્ગદર્શન છે એમ કહ્યું હતું. શ્રી લલિતભાઇએ કહ્યું કે રાજકોટના કાર્યકરો પોતાના ઘરનો પ્રસંગ હોય એમ મારા માટે કામે લાગ્યા છે એ મારા માટે ખુશીની વાત છે.

રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી અશોક ડાંગરે કહ્યું કે લોકસભાની રાજકોટ બેઠક પર આ વખતે ઇતિહાસ સર્જાશે. કોંગ્રેસના ઉમેદેવાર શ્રી લલિતભાઇ અભૂતપૂર્વ સરસારઇથી સાંસદ તરીકે ચૂંટાશે. ભાજપના ખોટા વચનો, પાયા વિહોણી વાતોને એમણે ઝાટકણી કાઢી હતી. શ્રી અશોકભાઈ  ડાંગરએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસના દાવા કરીને ખોટો જશ ખાટી રહ્યા છે. પરંતુ એમને એ યાદ નથી કે આજે જે આધુનિક રાજકોટ આપણે જોઇ રહ્યા છીએ એનું મોટાભાગનું કામ તો કેન્દ્રમાં જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે થયું હતું. ભાજપની એનડીએ સરકારે સૌરાષ્ટ્ર તરફ ધ્યાન જ આપ્યું.

અશોક ડાંગર એ કહ્યું કે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે ડો.મનમોહનસિંહ, સોનિયા ગાંધીજીના દ્રષ્ટિકોણને લીધે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન નામની મોટી યોજના બની હતી. રાજકોટને એમાંથી ૭૫૦ કરોડ રુપિયા ફાળવાયા હતા.

રાજકોટને ફાળવાયેલા એ સાડા સાત સો કરોડ માંથી રોડ પુલ, કાલાવડ રોડ-૧૫૦ફૂટ રોડનો પુલ, સ્વીમિંગ પુલ, કેટલીક શાળાઓ અને ખાસ તો રાજકોટમાં ભાજપના પાપે આજે પણ જીવંત છે એવી પાણી સમસ્યા ઓછી થાય એ માટે વિવિધ વિસ્તારમાં પાણીના ટાંકા બનાવવાનું કામ થયું હતું. આ તમામ કામ રાજકોટમાં થયાં એમાં કેન્દ્રની યુપીએ સરકારની રકમ હતી.  પણ રાજકોટને સૌ પ્રથમ અન્ડરબ્રિજની ભેટ રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે મળી હતી.

મહિલા કોલેજ પાસેના ફાટકની ટ્રાફિક સમસ્યા ઘણી હતી. લોકો પરેશાન થતા હતા. કોંગ્રેસે ફક્ત ત્રણ વર્ષમાં આ અન્ડરબ્રિજનું કામ કરી નાંખ્યું હતું.  રાજકોટના લોકો બધું સમજે છે. ચૂંટણી આવી એટલે એરપોર્ટની વાત ભાજપે કરી હતી. આજે એ વાતને મહિનાઓ વિતી ગયા હજી એરપોર્ટનું કામ  શરુ થયાના કોઇ અણસાર નથી. એ જ રીતે ફક્ત ચૂંટણીલક્ષી જાહેરાત કરીને રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળશે એવું કહીને વાહ વાહ કરાવી લીધી પણ કોઇ પગલું ય ભરાયું નથી.

કાર્યાલય ઉદઘાટનમાં શ્રી અમિતભાઈ ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ, લલીતભાઈ કગથરા-ઉમેદવારશ્રી, ધારાસભ્ય જાવેદ પીરઝાદા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય રાજેશભાઈ ગોહેલ, ગાયત્રીબા વાઘેલા-પ્રમુખ ગુજરાત મહિલા કોંગ્રેસ, હિતેશભાઈ વોરા -પ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ, અશોકભાઈ ડાંગર -પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ, ડો. હેમાંગભાઈ વસાવડા-ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ, જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, દિનેશભાઈ મકવાણા, પ્રદીપભાઈ ત્રિવેદી, અર્જુનભાઈ ખાટરિયા, આદિત્યસિંહ ગોહિલ, મિતુલભાઈ દોંગા, મુકેશભાઈ ચાવડા, ગોપાલભાઈ અનડકટ, મયુરસિંહ જાડેજા, સુરેશભાઈ બથવાર, મનીષાબા વાળા, જયપાલસિંહ રાઠોડ,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.