Abtak Media Google News

ભારતનો કચરો લોસ એન્જલસ સુધી પહોચતો હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ

વૈશ્વિક પર્યાવરણ સુરક્ષા માટે ગ્લોબલ વોમિંગને નાથવું અનિવાર્ય હોવાનું અને વિશ્વના તમામ જવાબદાર રાષ્ટ્રોએ પૃથ્વીનું તાપમાન જાળવાઇ માટે ૧.૫ ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં ધટાડો લાવવા માટે પોતાના યોગદાનની જવાબદારી સમજવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિખામણથી સૌથી વધુ ઊજા વપરાશ અને ગ્લોબલ વોમિંગ માટે નિમિત બનતા અમરેકિાએ લાજવાને બદલે ગાજવાનું શરુ કર્યુ હોય તેમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે જળ પ્રદુષણની નવી પીપુડી વગાડવાનું શરુ કયુૃ હોય તેમ આક્ષેપ કર્યો હતો કે વાયુ પ્રદુષણ એકમાત્ર માથાનો દુખાવો નથી નવી દિલ્હી સરકારે અન્ય દિશામાં પણ પ્રદુષણના વિસ્ફોટના મુદ્દાઓને પણ ઘ્યાને લેવા જોઇએ ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે ભારતનો દરિયાઇ કચરો તરતાં તરતા છેક લોંસ એન્જલ્સ સુધી પહોંચે છે. ડોનાલ્ડ ટ્રમ્પે વિકસીત દેશો સામે ઇકોનોમિક કલબ ઓફ ન્યુયોર્ડ ખાતે એવો આક્ષેપ કર્યો હતોે કે દરેક વિકસીત દેશો બસ અમેરિકાનો જ લાભ લે છે પરંતુ કયારેય વિસંગ પરિસ્થિતિ અને અન્ય દેશોની સમસ્યાઓને કારણે અસરગ્રસ્ત થતાં અમેરિકાના હિતમાં કોઇ વિચારતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે આખું વિશ્વ અને ખાસ કરીને વિકસીત દેશો જેવ કે ચીન અને ભારત વોશિંગ્ટનને પેરિસની પર્યાવરણ બેઠકમાં પ્રદુષણને મુદ્દે ધેરતું આવ્યું છે અને અમેરિકાને શિખામણ આપે છે પરંતુ ખરેખર તો દુનિયાને સ્વચ્છ રાખવા માટે અમરેકિા પર આક્ષેપ કરનારા દેશોએ જ સજાગ થવાની જરુર છે. અમેરિકા તો પૃથ્વીને પ્રદુષણ મુકત કરવા માટે ડ્રિલિયન ડોલરનો ખર્ચ કરવા તૈયાર છે અને કરી રહ્યું છે. પરંતુ અન્ય દેશો માત્ર વાતો જ કરે છે. તમને ખબર છે અમારી સમસ્યાઓ શું છે દુનિયાની જમીનનો નાનો એવો એક ટુકડો ગણાય તેવું અમેરિકાને તમે બીજા દેશો જેવા કે ચીન, ભારત, રશિયા અને અન્ય દેશો સાથે સરખાવીને પ્રદુષણ નિયંત્રણની શિખામણ આપો છો પરંતુ આવા દેશો અને દુનિયા દરિયાને કબાડખાનું બનાવીને તેમાં કેટલો કચરો નાંખે છે તે કોઇએ જોયું?  વિકસીત દેશો દ્વારા દરિયામાં ફેંકવામાં આવતો કચરો તરી તરીને લોંસ એન્જલસના દરિયા ખાતે ઉકરડા બનાવી રહ્યો છે.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

શું તે લોંસ એન્જલ્સ માટે ખથરો નથી? ટ્રમ્પે જળ પ્રદુષણ અંગે ભારે કાગારોળ બચાવી દીધી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પ્રશાંત મહાસાગર અત્યારે કચરાના નિકાલનું માઘ્યમ બની ગયું છે. દરિયા કચરો અત્યારે હવાઇ અને કેલિફોનિયા વચ્ચે તરી રહ્યો છે. એમા પ્લાસ્ટિક, રસાયણિક કચરો, લાકડાના ટુકડા, અને અસંખ્ય વસ્તુઓ નો ગંજ લોંસ એન્જલસ સુધી પહોંચી ચુકયો છે. પરંતુ સમીક્ષકોએ ચીન, ઇન્ડોનેશિયા, ફલિપાઇન્સ, થાઇલેન્ડ અને વિયેત નામ તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. ભારત તરફ નહિ, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ભારતથી ચારગણો મોટો પ્રદેશ ધરાવે છે ભારતની વસ્તી વિશ્વની સૌથી વધુ વસ્તી છે ભારત અને ચીન તાપમાન વધારવામાં અગ્રેસર છે. ગ્લોબલ વોમિંગ અને પેરીસની કાગારોળ સામે અમેરિકાએ દરિયાઇ કચરાનો મુદ્દો ઉપાડયો હતો અને કહ્યું હતું કે આમા વિકસીત રાષ્ટ્રને જવાબદાર ગપવા જોઇએ. તેમને કહ્યું હતું કે યુનોના સભ્ય દેશો અને તેલ ઉત્પાદક રાષ્ટ્રોને આ અંગે જવાબદાર ગણવા જોઇએ ૨૦૩૦ સુધીમાં ચીન પણ સૌથી વધુ ઊર્જા વપરાશકાર દેશ બનવા જઇ રહ્યું છે. અમે સૌ વિકસીત રાષ્ટ્રોમાં આવીએ અમારા પર કુદરતી સંશોધનોના લાભનો આક્ષેપ છે કે યુનોના દેશો ફુડ ઉત્પાદન અને તેના વપરાશમાં સૌથી મોખરે ચાલી રહ્યા છે. અને ઊર્જાનો વપરાશ ઐતિહાસિક  રીતે ૯૮ વર્ષના તનિયે જઇ ચુકયો છે. અમે તો કુદરતી વાયુની નિકાસ કરીએ છીએ અને પેટ્રોલના વપરાશમાં મર્યાદા રાખીએ છીએ. ભારત અંગે તેમણે જણાવ્યું હતું કે ભારત પોતાની જાતને પેરિસ સમજુતી મુજબ રેન્યુબસ એનર્જીના વપરાશકાર તરીકેનો દાવો કરી રહ્યો છે. પરંતુ ભારત અત્યારે અડધી દુનિયા પાસેથી વધુને વધુ હાઇડ્રો કાર્બનની આયાત કરી રહ્યું છે. ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો છે કે અમેરિકા પર જે આક્ષેપો થાય છે તે બેબુનિયાદ છે મારી સાચી વાત કોઇને ન ગમે તો તેની મને જરાપણ ચિંતા નથી. અમેરિકા પર વાયુ પ્રદુષણ ફેલાવવાનો આક્ષેપ કરનારા દેશો પ્રદુષણ વધારવામાં મોખરે છે. ભારત અને ચીનનો દરિયાઇ કચરો લોર્સ એન્જલસના સાગર કાંઠા સુધી પહોંચી ચુકયો છે. વિશ્ર્વના દેશોએ માત્ર અમેરિકાના પ્રદુષણ મુદ્દે ગુનેહગાર ગણવાને બદલે અમેરિકા પણ દુનિયાના અન્ય દેશોના પાપને કારણે કેટલું પિડાયું છે તે જોવું જોઇએ પેરિસમાં ભાર ઉઠાવેલા ગ્લોબલ વોમિંગના મુદ્દાથી ભડકી ઉઠેલા દરીયાઇ કચરો અંગે ભારત સામે આક્ષેપો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.