Abtak Media Google News

ટેકસટાઈલ્સ, ફૂટવેર, રમકડા, ટેલીકોમ્યુનિકેશનના સંશાધનો, ઓટો પાર્ટસ સહિતના ક્ષેત્રોમાં ભારતને વિપુલ તક

અમેરિકાએ ચીનની ૩૪ બીલીયન ડોલરની ચીજ-વસ્તુઓ ઉપર ૨૫ ટકાની ડયુટી ઝીંકવાનો નિર્ણય લેવાતા ટ્રેડવોર છેડાઈ ગઈ છે. આ ટ્રેડવોર વૈશ્વિક ર્અતંત્રને હચમચાવી શકે છે. જો કે, ભારત માટે ટ્રેડવોર સુવર્ણ તક લઈ આવશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

અમેરિકાના બજારમાં મશીનરી, ઈલેકટ્રીકલ સંશાધનો, વાહનો, ટ્રાન્સપોર્ટ, કેમીકલ્સ, પ્લાસ્ટીક અને રબ્બરના ઉત્પાદનોના વેંચાણ ઉપર ભારતને પગદંડો જમાવવાની તક મળી હોવાનું માનવામાં આવે છે.

હાલ અમેરિકા અને ચીન એકબીજાના માલસામાન પર ડયૂટી નાખવાની તૈયારીમાં છે. બન્ને બળીયા સામસામે આવી ગયા છે. ત્યારે નિષ્ણાંતોના મતે ભારત આ સમયે અમેરિકા સહિતના દેશોની બજારોમાં વધુ સારી રીતે પગદંડો જમાવી શકે છે.

અમેરિકાએ હાલ ચીનના પંપ, મીલીટ્રી એરક્રાફટના પાર્ટસ, ૧૫૦૦ થી ૩૦૦૦ સીસી વચ્ચેના વાહનોના પાર્ટસ અને વાલ્વ સહિતના માલ-સામાન ઉપર તોતીંગ ટેરીફ ઝીંકી દીધું છે.

આ તમામ માલ-સામાન અમેરિકામાં વેંચાણ કરવાની સુવર્ણ તક ભારતને સાંપડી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ તકનો ફાયદો ઉઠાવવા વીયેતનામ, ઈન્ડોનેશીયા, થાયલેન્ડ અને મલેશીયાએ તો ગત વર્ષી જ પ્રયાસો શરૂ કરી દીધા.

ટેકસટાઈલ, ફૂટવેર, રમકડા અને સેલફોન સહિતના ઉત્પાદનો માટે પણ ભારત માટે રસ્તો સાફ થયો છે. ચીન વર્ષોથી આ ક્ષેત્રમાં એકલા હાથે તમામ વિકસીત દેશોને હંફાવી રહ્યું છે. ત્યારે અમેરિકાએ હવે આ ક્ષેત્ર ઉપર ટેરીફ ઝીંકવાનો નિર્ણય લીધો હોવાથી ભારત આ ચીજ-વસ્તુઓને સસ્તા દરે માર્કેટમાં ઉતારી શકશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ચીન તરફ આકરૂ વલણ દાખવનાર અમેરિકાનું ભારત તરફનું વલણ કુણું રહ્યું છે. જેનો ફાયદો ઉઠાવવાની તક છે ચીનને વર્ષ ૨૦૧૨ ક્ષ ૨૦૧૭ દરમિયાન અમેરિકામાં ૮૧૮થી વધુ ઉત્પાદનો ઈમ્પોર્ટ કર્યા હતા. જેના પર હાલ ટેરીફ ઝીંકવામાં આવશે. આ ૮૧૮ પ્રોડકટ ભારત માટે મહત્વની બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.