અંબાણી, શાહરૂખ, આમીર વિશ્ર્વના સૌથી મહત્વના ૫૦૦ લોકોની યાદીમાં સામેલ

વિશ્ર્વ પ્રસિધ્ધ વેરાયટી મેગેઝીન દ્વારા યાદીમાં ૧૦ ભારતીયોનો સમાવેશ કરાયો

તાજેતરમાં વિશ્ર્વના સૌથી મહત્વના ૫૦૦ લોકોની ગ્લોબલ મીડિયા યાદી વેરાયટી મેગેઝીનમાં પ્રસિધ્ધ થઈ હતી. આ યાદીમાં મુકેશ અંબાણી, શાહરૂખ ખાન અને આમીર ખાન સહિતના ૧૦ ભારતીયોને સ્થાન મળ્યું હતું.

વિશ્ર્વના સૌથી મહત્વના ૫૦૦ લોકોની ગ્લોબલ મીડિયા યાદીમાં ભારતના ૧૦ લોકોનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી ઉપરાંત બોલીવુડના પ્રોડયુશર આદિત્ય ચોપડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એકતા કપુર, રોનિ સ્ક્રુવાલા, સિદ્ધાર્થ રોય કપુર, શાહરૂખ ખાન, આમીર ખાન સહિતના સેલીબ્રીટીને પણ ગ્લોબલ મીડિયા યાદીમાં વેરાયટી મેગેઝીન દ્વારા સન આપવામાં આવ્યું હતું.

આ યાદીમાં ઈરોઝ ઈન્ટરનેશનલના એક્ઝિક્યુટીવ ચેરમેન કિશોરી લુલ્લાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત વોલ્ટ ડિઝની કંપની, કેપીએસીના અધ્યક્ષ ઉદય શંકરનો પણ સમાવેશ ગ્લોબલ મીડિયા યાદીમાં મેગેઝીન દ્વારા યો છે. આ મેગેઝીન દ્વારા શાહરૂખને ભારતીય સિનેમાનો સૌથી મહાન રોમેન્ટીક કલાકાર ગણાવાયો છે. શાહરૂખ ખાન સેન્ટ્રલ યુરોપીયન બોલીવુડ એવોર્ડ જીતનાર સૌથી વધુ લોકપ્રિય એકટર બની ચૂકયો છે. શાહરૂખ ખાનની પ્રોડકશન કંપની રેડ ચીલ્લી એન્ટરટેઈન્મેન્ટ બિઝનેશમાં આગળ વધી રહી હોવાનો ઉલ્લેખ પણ આ યાદીમાં યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનો સમાવેશ પણ થયો છે.

Loading...