Abtak Media Google News

એમેઝોન ઇન્ડિયાએ સોમવારે ભારતમાં નોકિયા વિક કેમ્પેન લોન્ચ કર્યું. આ દરમિયાન નોકિયા 6 અને નોકિયા 8 સ્માર્ટફોન પર કેશબેક ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર 17 નવેમ્બર મહિના સુધી ચાલુ રહેશે. અને જે પ્રાઇમ મેબર અમેજન પે દ્વારા ચૂકવણી કરશે તેમને વધારાનો કેશબેક પણ આપવામાં આવશે.

જે પ્રાઇમ મેબર ઍમેઝન પે દ્વારા નોકિયા 6 ખરીદશે તેને 2,500 રૂપિયા કેશબેક આપવામાં આવશે, જ્યારે રેગ્યુલર ગ્રાહકો એમેઝન પે દ્વારા ખરીદશે તેમને 1,500 રૂપિયા કેશબેકમાં મળશે. બીજી તરફ જો પ્રાઇમ ગ્રાહકો નોકિયા 6 માટે કોઈ અન્ય પેમેન્ટ મેથડ દ્વારા ખરીદશે તો તેમને 500 રૂપિયા કેશબેક મળશે.

તેની સાથે સાથે એમેઝોન પર પ્રાઇમ ગ્રાહકોને નોકિયા 8 પર પણ કેશબેક ઓફર આપવામાં આવશે. જેમાં જે પ્રાઇમ ગ્રાહકો અમેજન પે દ્વારા નોકિયા 8 ખરીદશે તેમને 1,500 રૂપિયા કેશબૅક આપવામાં આવશે. આ ઉપરાંત નોકિયા 6 અને નોકિયા 8 પર 1000 રૂ. એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

નોકિયા 6 ખરીદનારા ગ્રાહકો 14,999 રૂપિયામાં ખરીદી શકે છે. અને બ્લેક અને સીલ્વર 2 કલર ઑપ્શન પણ હશે. જ્યારે નોકિયા 8 ગ્રાહકો માટે પોલિશ્ડ બ્લુ, સ્ટીલ અને ટેન્પર્ડ બ્લુ કલર ઑપ્શન સાથે 36,999 રૂપિયામાં ઉપલબ્ધ હશે. એચએમડી ગ્લોબલે નોકિયા 6 અને નોકિયા 8 આ વર્ષની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કર્યા હતા. જેમાં નોકિયા 6 જૂનમાં લોન્ચ થયો હતો અને નોકિયા 8 ઓગસ્ટમાં લોન્ચ કર્યો હતો. બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઓરેઓ અને એન્ડ્રોઇડ પી વર્ઝનનું પણ અપગ્રેડ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.