Abtak Media Google News

રાજુલામાં માર્કેટીંગ યાર્ડની સામે કોંગ્રેસ પરિવાર દ્વારા રાજુલાના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેરનું સસ્પેન્શન રદ કરવામાં આવતા ફટાકડા ફોડીને ખુશી વ્યકત કરવામાં આવી. બપોરનાં સમયે રાજૂલા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સામે ૩ વર્ષ માટે થયેલ સસ્પેશનને ટુકાવીને ફકત ૧ એકસત્ર એટલે કે તા.૨૮ સુધીનું જ સસ્પેશન વિધાનસભામાં સર્વે સંમતિથી પસાર કરવામાં આવતા રાજુલા કોંગ્રેસ પરિવારના યુવા યુથ બાબુભાઈ રામ કોંગ્રેસના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા, રાજુલા શહેર પ્રમુખ છત્રજીતભાઈ ધોખડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ જાલંધરા, તથા યુવા આગેવાન ચેતનભાઈ ભુવા, દિપભાઈ ધાંખડા, કનુભાઈ ધાંખડા, જયેશ દવે, નિરવ ભટ્ટ, પાતાભાઈ લાખણોત્રા, નારણભાઈ ચાવાળા, યુસુફભાઈ એ.૧વાળા તથા નગર પાલીકાના સદસ્યો તથા યુવા આગેવાનો, ભોળાભાઈ લાડુમોર તથા રામભાઈ દુધવાળા, ભરતભાઈ સાવણીયા વિગેરે ઉપસ્થિત રહીને સૌએ ખુશી વ્યકત કરેલ હતી અને સૌએ મો મીઠું કરાવેલ હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.