સસ્પેન્સનના હુકમ સામે જરુર પડયે અદાલતના દ્વાર ખખડાવીશ: અંબરીશ ડેર

168
gujarat news | rajula
gujarat news | rajula

વિધાનસભામાં પ્રશ્નોને જવાબ આપતી વેળાએ મંત્રીઓ મુખ્યમંત્રી કરતાં વડાપ્રધાનનાં નામનો વધુ ઉલ્લેખ કરે છે તે આશ્ચર્યજનક 

રાજુલા પંથ્કમાં જેના સસ્પેન્સના હુકમથી ધેરા પડધા પડયા છે. યુવા ધારાસભ્ય અંબરીશ ડેર સાથેની એક મુલાકાતમાં ડેરે કહ્યું હતું કે ભાજપી વિધાનસભ્યો પ્રશ્ર્નોતરી સમયે મોટાભાગે છાપેલું જ બોલે છે. જયારે મંત્રીઓ દ્વારા જવાબ રજુ કરતી વેળાએ સી.એમ. ના નામના ઉલ્લેખના બદલે પી.એમ. ના નામનોઉલ્લેખ વધુ વખત થાય છે. આ એક આશ્ર્વર્ય જનક બાબત મને લાગે છે. અંબરીશ ડેરે એક વાત ઉ૫ર ભાર મુકયો હતો. કે સંસદમાં અને દેશના અન્ય કેટલાક રાજયોમાં ગૃહની કામગીરી લાઇવ કરાય છે. એટલે સૌ કોઇ જોઇ શકે, પરંતુ ગુજરાત વિધાનસભાગૃહની કામગીરી લાઇવ કરાતી નથી એટલે ગૃહમાં શું બન્યું તે લાઇવ પ્રસારણ ન થતું હોવાના કારણે ગુજરાતની પ્રજાને તેને જોવાનો માણવાનો અને સત્ય જાણવા નો લાભ નથી મળતો અંબરીશ ડેરે ભારપૂર્વક કહ્યું હતું કે તાજેતરમાં જે વિધાનસભામાં તોફાની બનવો બન્યા અને વગર વાંક ગુન્હે અમારે ત્રણ કોંગ્રેસના વિધાયકો એ એકે એક વર્ષ માટે અને બે એ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ થવું પડયું તે જો લાઇવ પ્રસારણ હોત તો આ ઘટના ન બનત જો કે અંબરીશ ડેરે કહ્યું હતું કે પોતે કોંગ્રેસનો સૈનિક છે. પાર્ટીના નિર્ણય મુજબ હું પાર્ટી જે કહશે તે કરીશ, સસ્પેન્ડના હુકમ સામે નિષ્ણાંતોની સલાહ મેળવું છું જરુર પડયે કોર્ટમાં પણ જઇશ.

અંબરીશ ડેર ચર્ચામાં ઓતપ્રોત થતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ૪૪ તાલુકાઓ અતિ પછાત તાલુકાનાી વ્યાખ્યામાં આવે છે ૪૪ અતિ પછાત તાલુકામાં બે તાલુકા ખાંભા અને જાફરાબાદ મારા વિધાનસભા મન ના છે. આ બન્ને પછાત તાલુકા સહીત રાજુલા તાલુકાનું પણ હું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરું છું ચુંટણી પહેલા તો આ બન્ને તાલુકાઓ અતિ પછાત કેમ રહ્યા છે. તેની વિગતો હું સિનીયર કોંગ્રેસી આગેવાનો પાસેથી મેળવતો અને હું ખુદ પણ આ બન્ને અતિ પછાત તાલુકાઓમાં આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એકવાર નહી બલ્કે અનેકવાર રુબરુ જઇ શહેરના આગેવાનો ગ્રામ્ય આગેવાનો સાથે બેઠક કરી આનો ઉકેલ શું તે જાણવા પ્રયત્ન કરતો મે એવું જોયું અને સીનીયરોએ પણ જણાવ્યું કે દરીયા કાંઠાના ગામોમાં અનેક વિધ મહાકાયા ઉઘોગગૃહો ધમધમે છે. પરંતુ સ્થાનીક શિક્ષીત બે રોજગારોને રોજગારીની તકો મળતી નથી ઘરની સ્થીતી સામાન્ય હોય  રોજીરોટી સામે જ હોય પણ મળતી ન હોય આવા જ કાંઇક કારણોસર દરિયા કાંઠા વિસ્તારના યુવાનો દારુની લતે ચડી ગયા છે અને પોતાની કારકીર્દી અને પરીવારને મુંઝવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

Loading...