Abtak Media Google News

આમને સામને મારામારી બાદ મામલો વધુ ગંભીર: સરપંચ અને મહિલાઓ એ પોલીસ ફરિયાદ નોંધાવી.

વડીયા તાલુકાના તોરી ગામે ભલાભાઈ મોહનભાઇ સરપંચપતિ વિકાસના કામોમા રોડનું કામ કરી રહેલ હતા…એજ વિસ્તારની મહિલાઓએ સરપંચપતિ ને રજુઆત કરી કે ત્રણ ત્રણ મહિના થી પીવાનું પાણી આવ્યું નથી તો પાણી ની કંઈક વ્યવસ્થા કરો અને રણચંડી બની ભલાભાઈ મોહનભાઇ રાઠોડ સરપંચપતિ પર મહિલાઓએ કર્યો હુમલો સરપંચપતિએ નોંધાવી વડીયા પોલીસ મા ફરિયાદ…

તોરી ગામના રહીશ જયાબેન દેશરભાઈ રાઠોડે જણાવ્યા મુજબ કે ૧૪મા નાણાંપંચ માંથી અમારા મકાન પાસે બની રહેલ રોડના કામના વિસ્તારમાં ત્રણ ત્રણ મહિનાથી પીવાના પાણી ની સમસ્યા છે…આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારે છે…તે સમસ્યાની કંઇક વ્યવસ્થા કરવી જોઈએ સરપંચપતિ રોડ રસ્તાતો બાદમાં પણ બનશે…આ રજૂઆત મહિલાઓ કરતા સરપંચપતિ ઉશ્કેરાઈને અમારા ત્રણ મહિલા ઉપર હુમલો કર્યો છે….મહિલાઓએ સામેં નોંધાવી વડીયા પોલીસમાં ફરિયાદ…

વડીયાના તોરી ગામે ૧૪મા નાણાં પંચ મા બની રહેલ રોડના કામમાં મહિલાઓ એ આવીને કહ્યું કે ભલાભાઈ મોહનભાઇ રાઠોડ સરપંચપતિ ને કહ્યું કે આ રોડ રસ્તા પછી બની જશે… સરપંચપતિ પહેલા ત્રણ ત્રણ મહિના થી પીવાના પાણી માટે અહીંના વિસ્તારના લોકો વલખા મારી રહયા છે… તેમની કઈક વ્યવસ્થા કરો…બાદ સરપંચપતિ અને મહિલાઓ વચ્ચે આમને સામને મારામારી સર્જાઈ અને વડિયા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા અને વડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથધરી છે

ઉલ્લેખનીય આ અંગે સરપંચપતિ ભલાભાઈ મોહનભાઈ રાઠોડે નથુભાઈ બેચર,રમાંબેન નાથાભાઇ,ઉમેદભાઈ બેચર,સુરેશભાઈ વલ્લભભાઈ,સવિતાબેન વલ્લભભાઈ,જયાબેન બેચરભાઈ રહે તમામ તોરી ગામે ફરિયાદ નોંધાવી છે .તો જયાબેન બેચરભાઈ રાઠોડે ભલાભાઈ મોહનભાઇ રાઠોડ,વીનું ઉર્ફે( રમેશ ) મોહનભાઇ રાઠોડ ઉપર ફરિયાદ નોંધાવી છે આ અંગે લાકડી પાઇપ વડે હુમલો કરી અને જાનથી મારીનાખવાની ધમકી આપી વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આ અંગે વધુ તપાસ વડિયા પોલીસ ચલાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.