Abtak Media Google News

રાજનગર ચોક અને આંબેડકરનગર ચોકમાં રોષે ભરાયેલા દલિત સમાજના ટોળા એકઠાં થઇ ચક્કાજામ કરી દીધું: પ્રતિમાં ફરી મુકવાની માગ: કોર્પોરેશન દ્વારા પ્રતિમાને જિલ્લા ગાર્ડન ખાતે આંબેડક સ્મૃતિ ભવન ખાતે મુકી દીધી: પોલીસના ધાડા ઉતાર્યા

શહેરના રાજનગર ચોક અને આંબેડકર ચોક ખાતે ગત તા.૧૩મીએ રાતે કોર્પોરેશનની પૂર્વ મંજુરી વિના આંબેડકરની પ્રતિમા મુકવામાં આવ્યા બાદ ગતરાતે કોર્પોરેશન તંત્ર દ્વારા બંને સ્થળેથી ડો.આંબેડકરની પ્રતિમાને હટાવી જિલ્લા ગાર્ડન પાસે આંબેડકર સ્મૃતિ ભવન ખાતે મુકવામાં આવતા દલિત સમાજ રોષે ભરાયો હતો અને સવારથી જ ટોળે ટોળા એકઠાં થઇ ચક્કાજામ કરી પ્રતિમાન ફરી બંને સ્થળે મુકવાની માગણી કરી હતી. રોષે ભરાયેલું ટોળુ વધુ વિફરે તેવી દહેશત સાથે પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં
આવ્યો છે.

Img 20180420 Wa0012તા.૧૪મીએ આંબેડકર જંયતીની પૂર્વે રાજનગર ચોક અને આંબેડકરનગર ચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવી હતી. પ્રતિમા મુકવા પહેલાં કોર્પોરેશનની જરૂરી મંજુરી લેવી પડે છે. પણ રાજનગર અને આંબેડકરનગરમાં પ્રતિમા મુકવા અંગે જરૂરી મંજુરી લેવામાં આવી ન હોવાથી કોર્પોરેશન તંત્ર દ્વારા બંને સ્થળેથી પ્રતિમા ઉઠાવી જિલ્લા ગાર્ડન ખાતેના આંબેડકર સ્મૃતિ ભવન ખાતે મુકવામાં આવી હતી.

Img 20180420 Wa0016રાજનગર અને આંબેડકરનગરમાંથી રાતો રાત ડો.આંબેડકરની પ્રતિમા ગુમ થયાની જાણ થતા બંને સ્થળે દલિત સમાજના ટોળા એકઠાં થવા લાગ્યા હતા. રસ્તા પર મોટી સંખ્યામાં બેસી ‘જય ભીમ’ના સુત્રોચ્ચાર કરી ચક્કાજામ કરી દીધું હતું. રોષે ભરાયેલા ટોળા દ્વારા બંને સ્થળે પ્રતિમાં પુન: મુકવાની માગ સાથે અડગ રહ્યા હોવાથી રાજનગર અને આંબેડકરનગર ચોકમાં ટ્રાફિક જામ થઇ જતા ભાજપના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા ટોળાને સાંભળી યોગ્ય રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી.

Img 20180420 Wa0029રોષે ભરાયેલું ટોળુ વધુ વિફરશે તેવી દહેશત સાથે એસીપી હર્ષદ મહેતા અને ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. આર.સી.કાનમિયા સ્થળ પર દોડી ગયા હતા. ટોળુ મોટી સંખ્યામાં હોવાથી વધારાનો પોલીસ સ્ટાફ અને એસઆરપીની એક પ્લાટુન બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Img 20180420 Wa0023દરમિયાન એક યુવાને પોતાના હાથ પર બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયારથી ચેકા મારી રોષ વ્યક્ત કરતા તંગદીલી વધુ હતી. પોલીસે સયમ રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.