Abtak Media Google News

પહેલા દરરોજ આતંકી હુમલાઓની ઘટના બનતી હતી તેના સ્થાને આઠ માસમાં માત્ર ૭૯ આતંકી ઘટનાઓ ઘટી

આઝીદી સમયે જમ્મુ કાશ્મીરને બંધારણની કલમ ૩૭૦ દ્વારા અપાયેલા વિશેષ રાજયના દરજજાના કારણે એકસમયે કાશ્મીરમાં આતંકવાદી તત્વોને છૂટોદોર મળી ગયો હતો. પાડોશી દેશ પાક. પ્રેરિત આવા નાપાક તત્વો સમયાંતરે કાશ્મીરમાં આંતીકા હુમલાઓ કરીને ધરતી પરનાં સ્વર્ગ ગણાતા આ વિસ્તારને નિદોર્ષોના લોહીથી લાલચોળ કરી દીધો હતો. કેન્દ્રની મોદી સરકારે સાત માસ પહેલા હિંમતભર્યો નિર્ણય લઈને ભારત માટે માથાના દુ:ખાવા રૂપ બનેલી બંધારણની કલમ ૩૭૦ ને એક ઝાટકે હટાવી દીધી હતી. જે દરમ્યાન ઘરના ઘાતકી એવા હરામખોરો અને પાક. પ્રેરિત આતંકીઓ છમકલા ન કરે તે માટે સરહદો સીલ કરીને સમગ્ર વિસ્તારમાં ભાગ્યે સુરક્ષા બંદોબસ્તગોઠવી દીધો છે. જેના કારણે કાશ્મીરમાં થતી આતંકી હુમલાથી ઘટનામાં ભારે ઘટાડો આવ્યો છે. અને કાશ્મીરમાં અમનનો માહોલ જોવા મળી રહ્યો છે.

3. Wednesday 1 1

કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગેની વિગતો આપતા કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી. કિશન રેડીએ લોકસભામાં જણાવ્યું હતુકે બંધારણની કલમ ૩૭૦ હટાવ્યા બાદ એટલે કે પાંચ ઓગષ્ટ ૨૦૧૯થી ૧૦ માર્ચ ૨૦૨૦ સુધીનાં સમયગાળામાં ૭ આતંકી હુમલાના ૭૯ બનાવો બનવા પામ્યા છે.

જેમાં ૪૯ આતંકી તત્વોને ઠાર મારવામાં આવ્યા છે. બીજા એક પ્રશ્ર્નના જવાબમાં રેડ્ડીએ જણાવ્યું હતુ કે ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાંમા સીઆરપીએફના જવાનોનાં કાફલા પર થયેલા આતંકી હુમલાની તપાસ હજુ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા જેનો બદલો લેવા ભારતે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલ આતંકવાદી કેમ્પો પર એરસ્ટ્રાઈક હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.