Abtak Media Google News

અલ્ઝાઈમર રોગ માટે જવાબદાર માનવ મગજમાં એકઠા થઈ ગયેલા એમિલોઈડ બીટ પ્રોટીનને આ

કૃત્રિમ પેપ્ટાઈડ સચેત રાખીને યાદ શકિત સતેજ રાખવાનું કાર્ય કરશે તેવો વૈજ્ઞાનિકોનો દાવો

વિશ્ર્વભરમાં ૬૫ વર્ષની મોટી ઉંમરના વ્યકિતઓમાં યાદશકિત ઓછી થઈ જવાની અલ્ઝાઈમર નામની બિમારી સામાન્ય રીતે જોવા મળે છે. હાલમાં અલ્ઝાઈમર રોગની કોઈ કારગત સારવાર ઉપલબ્ધ ન હોય આ રોગથી પીડાતા દર્દીઓને નસીબના સહારે છોડી દેવામાં આવે છે. પરંતુ, વિકસતા જતા વિજ્ઞાને હવે અલ્ઝાઈમરનો સચોટ ઈલાજ શોધી કાઢયાના દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સંશોધનકાર વૈજ્ઞાનિકોએ કૃત્રિમ પેપ્ટાઈડ બનાવ્યા છે જે આ રોગ માટે અસરકારક હોવાનું જણાવાયું છે.

અમેરિકામાં વૈજ્ઞાનિકોએ બનાવેલા આ કૃત્રિમ પેપ્ટાઈડ નાના અને ઝેરી પ્રોટીનનું નિર્માણ કરે છે. જે અલ્ઝાઈમર રોગ માટે જવાબદાર મગજના જ્ઞાનતંતુઓ પર સીધી અસર કરે છે જેના કારણે અલ્ઝાઈમરને કાબૂમાં રાખી શકાય છે. આ નવા સંશોધનથી ચેતાપ્રેક્ષક ડિસઓર્ડર એવા અલ્ઝાઈમરની સારવાર પ્રારંભીક તબકકામાં થઈ શકશે. મેડીકલની ભાષામાં અલ્ઝાઈમરને માનવ મગજનો એકઝીકરણનો રોગ ગણવામાં આવે છે. માનવ મગજમાં રહેલા ન્યુરન્સ એમિલોઈડ બીટા તરીકે ઓળખાતા પ્રોટીન બનાવે છે. એમિલોઈડ બીટાન મોનોમર્સ તરીકે ઓળખાતા ન્યુરોન્સ પણ મગજમાં યાદશકિત જાળવી માટે મહત્વપૂર્ણ કામગીરી કરે છે. અલ્ઝાઈમર રોગ ઘટાડવા દર્દીઓમાં આ એમિલોઈડ બીટા મોનોમર્સ કાર્યરત રહ્યા વગર એકસાથે જોડાયેલા રહે છે. જેથી અલ્ઝાઈમરનાં દર્દીઓની યાદ શકિત ધીમેધીમે ઓછી થતી જાય છે. આવા રોગથી પીડાતા દર્દીઓ પોતાના પરિવારજનો ઓળખવામાં આંકડામાં વાંચન, લેખન, રંગ પારખવાની વગેરે જેવી શકિત ઓછી થતી જાય છે. ઉપરાંત તેઓ પોતાનો રોજીંદી કામગીરી કરવામાં પણ મુશ્કેલી અનુભવે છે.

અમેરિકાની યુનિવર્સીટી ઓફ વોશિંગ્ટનનાં સંશોધન કરનારા વૈજ્ઞાનિકોએ એવા કૃત્રિમ પેપ્ટાઈડ બનાવ્યા છે કે જે માનવ મગજમાં આલ્ફા સીટ તરીકે ઓળખાતા માળખામાં વળીને ગોઠવાઈ જાય છે. આ કૃત્રિમ પેપ્ટાઈડ એમિલોઈડ બીટાને એકઠા થવામાં અવરોધ ઉભો કરી છે. જેથી માનવ મગજમાં એમિલોઈડ બીટા ફરતા રહે છે.જેથી અલ્ઝાઈમર થવાના મુખ્ય કારણ પર આ કૃત્રિમ પેપ્ટાઈડ કાર્ય કરીને આ રોગને આગળ વધતો અટકાવે છે. જેથી અલ્ઝાઈમરનાં દર્દીઓની યાદશકિત સતેજ રહે છે વિશ્ર્વભરના વરિષ્ટ નાગરીકોમાં અલ્ઝાઈમરના રોગની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આ સંશોધન આવા દર્દીઓ માટે આર્શીવાદ રૂપ સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.