Abtak Media Google News

પૂ. ગોરધનદાસબાપા, નાનકદાસબાપુ સહિત અનેક મહાનુભાવો નવદંપતીને આપશે આશિર્વાદ: ટ્રસ્ટની બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગો માટે પતંગોત્સવ, સ્કોલરશીપ જેવા અનેક સેવાકીય પ્રવૃતિઓ: સમાજ શ્રેષ્ઠીઓ ‘અબતક’ના આંગણે

અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ વોર્ડ નં.૧પ ના મેધવાળ સમાજ દ્વારા આગામી રવિવારે આઠમો સમુહલગ્નોત્સવ યોજાશે. સમુહલગ્ન ૮૦ ફુટ રોડ, આજી જી.આઇ.ડી.સી. હુન્ડાયના શી રુમ સામે રાજકોટ ખાતે સવારે યોજાનાર છે. આ પ્રસંગે ૧પ વર-કન્યાઓ ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરશે નવદંપતિઓને આર્શીવચન આપવા પૂ. ગોરધનદાસબાપા નાનકદાસબાપુ હાજરી આપશે. આ ઉપરાંત સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય, સામાજીક આગેવાનો નવયુગલોને આશીર્વાદ આપશે. દરેક દિકરીઓને સોના-ચાંદીના દાગીના, કબાટ, સેટી, ગાદલા, ઘર વપરાશની અનેક ચીજવસ્તુઓ કરિયાવર ‚પે ભેટમાં આપવામાં આવશે.

આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજીક પ્રવૃતિઓ થાય છે જેવી કે મંદબુઘ્ધીના બાળકો માટે પતંગોત્સવ, વિકલાંગો માટેની સેવા, બ્લડ ડોનેશન કેમ્પો  તેમજ વિઘાર્થીનો સન્માન કાર્યક્રમ તેમજ મફત નોટબુકો અને ચોપડા વિતરણ વગેરે દર વર્ષે થઇ રહ્યા છે. આ ઉપરાંત જરુરીયાત મંદ વિઘાર્થીની ફી ભરવી:, સ્કોરશિપ આપવી જેવાપણ સેવાકીય કાર્યક્રમો થાય છે. નજીવા દરે એમ્બ્યુલન્સ સેવા પણ છેલ્લા પાંચ વર્ષથી આપવામાં આવે છે.

રાજકોટમાં પરમપુજય મોરારીબાપુની આંબેકડર થી બુઘ્ધ સુધીની રામ કથાના આયોજનમાં ભાગ લઇ પુજય મોરારીબાપુના હસ્તે ૩ર દિકરીઓના લગ્ન કરાવ્યા હતા. તેવી જ રીતે પૂ. રમેશભાઇ ઓઝા રાજકોટમાં કથા કરતા તે સમયે તેમના હસ્તે ૩૧ દિકરીઓના લગ્ન કરાવ્યા અને આ બન્ને સંતો એ દિકરીઓને આશીવચન આપ્યા હતા.

સંસ્થા દ્વારા અનુક્રમે ૨૧, ૩૧, ૫૧, ૩ર, ૩૧, ૧૬, ૨૧ અને ૧પ જેટલી દિકરીઓના લગ્નો કરાવ્યા છે. જેમાં મેધવાવ સમાજના સંતો હાજર રહ્યા હતા.આ ઉ૫રાંત ભૂકંપ વખતે અમારી સંસ્થા દ્વારા કિટ વિતરણ કચ્છમાં કરવામાં આવ્યું હતું અને રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે જમણવાર માટેનો કેમ્પ ૧૦ દિવસ રાખવામાં આવ્યો હતો. ઉપરોકત જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સંસ્થાના સ્થાપક વશરાભાઇ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ તમામ પ્રવૃતિઓ થાય છે.

સમુહલગ્નોત્સવને સફળ બનાવવા વશરામભાઇ ચાંડયા, બીપીનભાઇ સાગઠીયા, લલીતભાઇ પરમાર, હીરાલાલ પરમાર, નરેશભાઇ પરમાર, અરવિંદભાઇ પુછડીયા, હીરાભાઇ ચાવડા, કાળુભાઇ સોલંકી, મનસુખભાઇ વાઘેલા, ખીમજીભાઇ મકવાણા, જગદીશભાઇ ડાંગર વગેરે આગેવાનો અબતકના આંગણે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.