રાજકોટમાં ‘અલ્પા’નું મોત; ગોંધી રાખનાર કુટુંબીજનો ઉપર અપહરણ, હત્યાની કલમો લાગશે?

ન્યુ અંબિકા પાર્ક સોસાયટીમાં એક ઓરડાની અંદર યુવતીને ગોંધી રાખી છેલ્લા એક અઠવાડિયાથી ભૂખી તરસી રાખવામાં આવી’તી

સેવાભાવી સંસ્થાએ યુવતીને પરિવારના ભારે વિરોધ વચ્ચે છોડાવી સિવિલમાં સારવાર મોકલી, પરંતુ ટૂંકી સારવારમાં જ યુવતીનું મોત નીપજ્યું

રાજકોટમાં માનવતાને શર્માશર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ એરિયા સાધુ વાસવાણી રોડ પર અંબિકા સોસાયટીમાં પોતાના  જ મકાનમાં ત્રણેક મહિનાથી કેદથી બદતર હાલતમાં એમ.બીએ અને સી.એનો અભ્યાસ કરતી લોહાણા યુવતીને એક દિવસ પૂર્વે સાથી સેવા સમાજ ગ્રુપની મહિલાએ છોડાવી હતી.જે યુવતીનું સિવિલ હોસ્પિટલમાં આજે મોત નિપજતા લોહાણા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. યુનિવર્સિટી પોલીસે મૃતદેહને ફોરેન્સિક  પી.એમ અર્થે ખસેડી યુવતીને સમયસર સારવાર આપવાની જગ્યાએ ગોંધી રાખનાર માતા પિતા, બહેન સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

સાધુ વાસવાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટ પાછળ અંબિકા સોસાયટીમાં એક શિક્ષત યુવતીને તેના પરિવારજનો ગોંધીને રાખવામાં આવી હોય, જે યુવતીની સારવાર માટે લોહાણા પરિવાર પૈસાની ઉઘરાણી કરતા હોવાની સ્થાનિક લોકોએ સાથી સેવા સમાજ સંસ્થાના સંચાલક જલ્પાબેન પટેલનો સંપર્ક સાધ્યો હતો. જેથી ગ્રુપના સભ્યો રાશન કીટ સાથે આ યુવતીના ઘરે પહોંચ્યા હતાં.ત્યારે લોહાણા પરિવારના સભ્યોએ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.બાદમાં યુનિવર્સિટી પોલીસની મદદથી રૂમનું બારણાંને ધક્કો મારી ખોલી નાખવામાં આવ્યો હતો, તો ચોકી જવાય તેવી સ્થિતિમાં યુવતી જમીન પર ગોદડું રાખેલી હાલતમાં સુતેલી જોવા મળી હતી. યુવતીના રૂમમાં અસહ્ય દુર્ગંધ આવતી હતી. તેની બાજુ યુરિન ભરેલા ટબ અને કોથળીઓ જોવા મળી હતી.

આ યુવતીનું નામ અલ્પાબેન મહેન્દ્રભાઈ સેજપાલ હોવાનું અને તે સી.એ ચાર્ટડ એકાઉન્ટટનો અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.બેભાન અવસ્થામાં પડેલી યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનું કહેતા તેના પરિવારજનોએ માથાકૂટ શરૂ કરી હતી. અંતે પોલીસ પ્રોટેક્શન વચ્ચે ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.હાલ યુનિવર્સિટી પોલીસે અરજીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો,તો બીજીબાજુ યુવતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી જુદા જુદા બ્લડ રિપોર્ટ કરાવી રોગ અંગે જાણકરી મેળવવા તબીબોએ તપાસ શરૂ કરી હતી.

પરંતુ આજે સવારે લોહાણા યુવતીએ ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા લોહાણા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.એક જ ઘરમાં માતા પિતા અને બે બહેનો એમ ચાર સભ્યો રહેતા હતા. મૃતક યુવતીના પિતા ચોકીદારી કરતા હતા.

મૃતદેહનું ફોરેન્સિક પી.એમ કરી ગુનો નોંધાશે ; પી.આઈ એ.એસ.ચાવડા

ન્યુ અંબિકા સોસાયટીમાં લોહાણા યુવતીને ગોંધી રાખનાર માતા- પિતા, તેના બહેનની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે, મૃતદેહને ફોરેન્સિક પી.એમ અર્થે ખસેડી કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.ફોર્રન્સીક રિપોર્ટ આવ્યા બાદ જો બેદરકારી ખુલશે તો તેના માતા પિતા સામે યુવતીને ગોંધી રાખવા બદલ, બેદરકારી દાખવા બદલ, હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. યુવતીના રૂમમાં મળ મૂત્ર ભરી રાખવાનું કારણ શું ? રૂપિયા હોવા છતાં અલ્પાને કેમ સારવાર ન અપાવી ? એકાદ સપ્તાહથી કેમ ખાવા પીવાનું આપવામાં આવતું ન હતું ? લોકો પાસે આર્થિક મદદ માંગ્યા બાદ પૈસાનું શુ કરતા ? અચાનકથી યુવતીને એવું શું થયું કે બીમાર થઈ ગઈ? સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.

આગામી સમયમાં આવા બનતા ગુનાઓ અટકાવવા ગુનો નોંધવો જરૂરી: જલ્પા પટેલ

થોડા સમય પૂર્વે બે ભાઈ અને એક બહેન અઘોરીની જેમ એક જ રૂમમાં કેદી જેવી હાલતમાં મળી આવ્યા હતાં. અગાઉ  શિક્ષિત બે  યુવક – યુવતીને તેના માતા પિતા ગોંધી રાખી સારવાર કરતા હતા. બાદ આજે ન્યુ અંબિકા પાર્ક સોસાયટીમાંથી સી.એનો અભ્યાસ કરેલી યુવતી જીવંત હાડપિંજર બનીને રહેતી હતી.છેલ્લા આઠેક દિવસથી માતા- પિતાએ ભૂખી તરસી રાખી હતી, આસપાસ મળ મૂત્રના ટબ રાખ્યા હતા, પરિવારના સભ્યો યુવતીના બીમારીના નામે પૈસા ઉઘરાવતા હોય, પરંતુ તેના પાછળ વાપરતા પણ ન હોય, જેથી યુવતીનું એક દિવસની ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યું હતું. સેવા ભાવિ સંસ્થાની ટિમ યુવતીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ વિના લાશને ઉપડવા દઈશું નહિ, ભાવિ સમયમાં આવા બનાવો અટકે તે માટે યુવતીની સારવારમાં બેદરકારી દાખવનાર માતા પિતા સામે ગુનો નોંધવામાં આવે તેવી અમારી માંગ છે.

Loading...