ભોજનની ગુણવત્તાની સાથે ક્યાં વાસણમાં જમો છો એ પણ એટલું જ જરૂરી, ત્રાંબાના ઠામમાં ખવાથી થાય છે આ ફાયદા…

આપણે કેવા પ્રકારના વાસણોમાં ખાઇ રહ્યા છીએ, તેની અસર પણ આપણાં આરોગ્ય અને સ્વભાવ પર જોવા મળે છે: આયુર્વેદ શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ, સ્ટીલ, કાચ, એલ્યુમિનિયમ, માટી જેવા અનેક વાસણોમાં ખોરાક લઇએ છીએ

પૃથ્વીપર વસતો માનવી હવા-પાણી અને ખોરા વગર જીવી શકતો નથી, પ્રાચિન કાળથી આજની ર૧મી સદીના વિકસતા યુગમાં આપણી જીવન શૈલીમાં લદલાવ આવતા આપણી રહેલી કરણી સાથે સાધનોના ઉપયોગમાં પણ બદલાવ જોવા મળ્યો છે. પ્રાચિન કાળમાં માટીના વાસણો હતા. માનવી પોતાના રોજીદા જીવનમાં માટીમાંથી બનાવેલ વાસણો ઉપયોગ કરતો. રાજાશાહી યુગમાં રાજા સોનાની થાળીમાં ભોજન ગ્રહણ કરતાં વિકસતા માનવી ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ, સ્ટીલ, એલ્યુમીનીયમ, માટી બાદ કાચના ને આજે પ્લાસ્ટીક (મેલેમેટ) ના વાસણોમાં જમતો થઇ ગયો છે.

આપણે કેવા પ્રકારના વાણસોમાં ખાઇએ છીએ તેની અસર આપણાં આરોગ્ય સ્વભાવ પર જોવા મળે છે, આ પૌરાણિક ગ્રંથો, આયુર્વેદતા શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ અમુક રાજયોમાં મોટા પાંદડામાં ભોજન કરવાની પ્રથા છે, તો કેટલાક આજે પણ બાજોઠ  ઉપર થાળી રાખીને પુજા કર્યા બાદ જ અન્ન ગ્રહણ કરે છ. આપણાં પરિવારમાં પણ ભગવાનને થાળ ધરાવીને પછી જ બધા જમવા બેસે છે. સ્ટેલલેસ સ્ટીલ, પિત્તળ જેવા વાણસોમાં આયુર્વેદી શાસ્ત્ર ભોજન કરવાની ના પાડે છે.

કેવા ધાતુના વાણસમાં જમવાથી તમારા આરોગ્ય ઉપર કેવી અસર પડે છે. તે સૌ એ આજના યુગમાં જાણવાની જરુર છે. ભગવાનને સુંદર વાસણોમાં થાળ ધરાવવાથી ઘરમાં સુખ સમૃઘ્ધી વધે છે.

* સોનું:- આ એક ગરમ ધાતુ હોવાથી તેમાં બનાવેલ ખોરાક બનાવવાથી શરીરનાં આંતરિક બ્રાહ્યભાગ મજબુત બને સાથે તે આંખો માટે ફાયદા કારક છે. સોના-ચાંદી બન્નેમાં ભોજન કરવું આરોગ્ય પ્રદ છે. પુરૂષો માટે સોનાની થાળીમાં ભોજન કરવું લાભદાયક છે.

* ચાંદી:- સોનાથી વિપરીત ચાંદી ધાતુ છે તેથી તમે જો આ વાસણોમાં જમો તો શરીર ઠંડક મળે છે, શાંત રાખે છે. આ પ્રકારનાં વાસણોથી મગજ તેજ થાય ને બુઘ્ધીમાં વધારો થાય છે પિત્ત, દોષ, કફ, વાયુદોષને નિયંત્રિત કરે છે તે સાથે આંખોની રોશની વધારે છે.

* તાંબુ:- ભોજનના વાસણોમાં તાંબા જેવી કોઇ ધાતુ નથી. આજે પણ ઘણા લોકો આખી રાત તાંબાના લોટામાં પાણી રાખીને સવારે પીવે છે. તાંબાના ઘણા ફાયદાઓ છે. લોહીમાં સુધારો, બળ-બુઘ્ધિમાં વધારો સાથે ભુખ પણ ઉઘડે છે, જે તમને ખટાશ ધાતુ સાથે પ્રતિક્રિયા કરતાં ઝેરી બને છે. જે નુકશાન કરે છે. લોહી ઓખ્ખુ થાય, યાદશકિત વધે છે. તાંબુ ભોજનના પોષ્ટિક ગુણોને જાળવી રાખે છે. આવા વાસણો કયારેય દૂધ ન પિવાની આયુર્વેદક ના પાડે છે.

* પિત્તળ:- આના વાસણોમાં ખોરાક રાંધવાથી કે તે ગ્રહણ કરવાથી કૃમિ, રોગ, કફ કે વાયુજન્ય રોગ મટે છે. પિત્તળમાં ખોરાક બનાવો તો માત્ર ૭ ટકા જ પોષક તત્વો નાશ પામે છે. પિત્તળના વાસણો નકકશીદાર અને સુંદર આવતા હોવાથી પુજા સામગ્રી કે મંદિરના ભગવાનને ભોગ ચડાવવા વધુ ઉપયોગ થાય છે.

* લોખંડ:- આયર્ન  ના વાસણોમાંથી શરીરને આયર્ન કે લોહતત્વ મળે છે. શરીને પુષ્કળ એન્જી મળે છે. આવા વાસણોમાં બનાવેલ ખોરાક શરીરને ભરપુર શકિત આપે છે. આ ઉ૫રાંત લોખંડ કેટલાય રોગોનો નાશ કરે છે. દૂધ પીવા માટે આના પાત્રો આરોગ્ય સારા છે. શરીરનો સોજો, કમળો કે પોલીયો જેવા રોગને દૂર રાખે છે.

* સ્ટીલ:- આજકાલ બહુ ચલણમાં વપરાતા સ્ટીલ વાસણો છે. આ ધાુન તો ગરમ કે ન તો ઠંડુ એટલે તે નુકશાનકર્તા નથી, આ પાત્રોમાં બનાવેલ ખોરાક ખાવાથી શરીરને કોઇ લાભ થતો નથી તો કોઇ નુકશાન પણ કરતું નથી.

* એલ્યુમિનિયમ:- વાણસોની આ શ્રેણી ખુબ જાણીતી છે. તે બોકસાઇટમાંથી બને છે. આ વાસણોમાં ખોરાક રાંધવાથી નુકશાન થાય છે. ચાની હોટલ વાળા તે જલ્દી ગરમ થતું હોવાથી વધુ વાપરે છે. તેનાથી કેન્સર થવાનો ભય રહે છે તે આયર્ન અને કેલ્યિમને ચુસી લેતું હોવાથી ભારે નુકશાન કરે છે. આનાથી હાડકા નબળા પડે, માનસિક રોગો થાય, લીવર સાથે નર્વસ સિસ્ટમ નબળી પડે છે. કિડની, ટીબી, અસ્થામા, દમ, વાતરોગ, મધુપ્રમેહ જેવો રોગોનો ખતરો રહે છે. આના પ્રેસર કુકરનું બહુ ચલણ છે પણ તેમાં ૮૭ ટકા પોષક તત્વો નાશ પામે છે.

* માટીના વાસણો:- આદી કાળથી આ વાસણો આપણે વાપરીએ છીએ પણ અત્યારે પાણીનો ગોળ એક જ જોવા મળે છે. અમુક રાજયોમાં ચાની કુલડી પણ જોવા મળે છે. આવા વાણસોમાં જમવાથી નુકશાન નહી ફાયદાકીય ફાયદા છે. ભોજનના બધા તત્વો મળવાથી બધા રોગોથી દુર રાખે છે. જો તમને રોગો થાય તો આ વાસણોમાં જમવાથી બધા રોગોથી દૂર રાખે છે. જો તમને રોગો થાય તો આ વાસણોમાં જમવાથી રોગ દૂર પણ થાય છે. દૂધ અને દૂધની બનાવેલી બનાવટ માટે આના વાસણો શ્રેષ્ઠ છે. માટીના વાસણોમાં રાંધેલા ખોરાકનો સ્વાદ ફરી જાય છે.

અત્યારના મોર્ડન યુગમાં સૌથી વધુ ઉપયોગ ‘નોન સ્ટીક’નો થાય છે આ વાસણોથી બનેલ ખોરાકનો કોઇ ફાયદો નથી ઉલ્ટાનું રસોઇ બનાવો ત્યારે પોલીટટ્રાફલૂરો ઇથેલીન ગેસ નીકળે છે જે માનવી સાથે જાનવરો  માટે પણ ખતકનાક છે. આમાં રસોઇ બનાવો તો ઘી, તેલ ઓછું વપરાય તે તેનો ફાયદો કહેવાય છે.

* વૃક્ષના પાન (પાતળા) માં ભોજન:- તાજા પાનની  બનેલી પાતળમાં ભોજન કરવાથી ઝેરીલા તત્વો નાશ પામે છે, ભુખ વધે છે સાથે પેટની બળતરાનો નાશ કરે છે., શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. દેવી-દેવતાઓ પણ આમાં ભોજન કરતાં હતા.

પહેલાના જમાનામાં આપણૉ પૂર્વજો માટીના વાસણનો ઉપયોગ વધુ કરતાં જેને કારણે તેનું આયુષ્ય લંબાતું હતું. આ વાસણોમાં ઘીમા તાપે ભોજન બનાવવાથી તમામ પોષક તત્વો જળવાઇ રહે છે. એમાં બનાવવામાં આવેલ ખોરાક, દાળ, શાકભાજી ૧૦૦ ટક માઇક્રોન્યુટ્રીસે એન્ટ રહે છે. આજે તો ડાઇટીશિયન અને ન્યુટ્રિશિયન પણ લોકોને માટીના વાસણોમાં બનેલ ખોરાક લેવાની સલાહ આપે છે. સૌથી અગત્યની વાત કે આ વાણસોમાં બનેલ ખોરાક લેવાની સલાહ આપે છે. સૌથી અગત્યની વાત કે આ વાસણોમાં બનેલ ખોરાક લેવાની સલાહ આપે છે. સૌથી અગત્યની વાત કે આ વાસણોમાં બનેલ ખોરાક લાંબો સમય સુધી બગડતો નથી. સાથે માટીની મીઠી મીઠી સુગંધ ઠંડક અને ભોજનો ટેસ્ટ  વધારે છે. આ વાસણોમાં રસોઇ બનાવતી વખતે ધીમો તાપ જ રાખવો જરુરી છે. હોટલોમાં પણ કાચની પ્લેટમાં જ લોકો જમે છે.

ભગવાનને ભોગ ધરાવી ભોજન કરવાના વૈજ્ઞાનિક ફાયદા

આપણા પૌરાણિક શાસ્ત્રી, માન્યતાઓ મુજબ ભગવાનને ભોજન થાળ-પ્રસાદ ધરવાની આદીકાળથી પરંપરા છે. ઘણા લોકો રોજ ભગવાનની પૂજા નથી કરતાં પણ ભગવાનને થાળ દરરોજ ધરાવે છે. આ પરંપરા પાછળનું ધાર્મિક કાણમા એવું જાણવા મળે છે કે ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે ભકત મને ફુલ, ફળ, અનાજ, પાણી વિગેરે જે આપશે કે ધરાવશે તે હું પોતે પ્રગટ થઇને ગ્રહણ કરીશ, આની પાછળ વૈજ્ઞાનિક કારણોમાં ભગવાનને ધરાવવાથી ભોજનમાં દોષ, વિકાર દૂર થાય છે. આ માત્ર કલ્પના નથી એની જ કૃપાથી પાણી અને અનાજ આપણને પરત મળે છે. તેમના ચરણે મુકેલું અનાજ દિવ્યતા સભર થઇ જાય છે. ભોગમા પ્રસાદમાં તુલસીનું પાન રાખવાના પણ ઘણા ફાયદાઓ છે. આ પાન વાળુ ભોજન ગ્રહણ કરવાથી શારીરિક ફાયદાઓ છે.  તુલસી સ્વાસ્થ્ય વર્ધક છેતેનો છોડ મેલેરીયા જેવા રોગ ભગાડે છે. તુલસી સાથે નો ભગવાનનો ભોજન પ્રસાદ બ્લડ પ્રેસર અને આપણી પાચન ક્રિયા મજબુત કરે છે. ભગવાનને રસોઇમાંથી પહેલી થાળી ધરાવવાનો અર્થ તેમના સન્માન આપવાનો એક ભાવ છે. આપણાં હિન્દુ ધમમાં ભગવાનને ભોજન અને પ્રસાદ કરાવવાની પરંપરા છે. બેંગ્લોર રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઓફ સ્થિરિત્યુઅલ સાયન્સ દ્વારા ૩૦ વ્યકિતઓ પ્રયોગ કરીને આ વૈજ્ઞાનિક ફાયદા જણાવ્યા છે. શાસ્ત્રો મુજબ ભોજનને પણ પૂજનીય ગણ્યું છે. તેથી ભોજન પહેલા ભોજન મંત્ર ભોજનને પ્રણામ કરવા સાથે અન્ન દેવતાની પ્રાર્થના કરવી જોઇએ.

Loading...