Abtak Media Google News

અલગ અલગ ૧૨ સ્થળોએ ખાદ્ય સામગ્રી લેવાયા; બદામના પેકીંગ એફએસએસએઆઈનો લોગો ન હોવાથી નમુનો નાપાસ જાહેર કરાયો

કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા શહેરના ગોંડલ, રોડ પર આવેલા ડીમાર્ટમાંથી લેવામાં આવેલ અમેરીકન આલ્મન્ડનો નમુનો પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. બદામના ૫૦૦ ગ્રામના પેકીંગમાં એફએએસએઆઈનો લોગો દર્શાવવામાં આવ્યો ન હોવાના કારણે નમુનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા ગોંડલ પર એવન્યુ સુપર માર્ટ લીમીટેડ (ડીમાર્ટ)માંથી અમેરીકન આલ્મન્ડના ૫૦૦ગ્રામના પેકીંગમાંથી બદામનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો પેકીંગ પર ફૂટસેફટી સ્ટાંડર્ડ એકટના નિયમ મુજબ એફએસએસએઆઈનો લોગો દર્શાવવામાં આવ્યો ન હોવાના કારણે નમુનો મિસબ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

7537D2F3 11

આજે આરોગ્ય શાખા દ્વારા ખીજડાવાળા રોડપર યશ સ્વીર્ટમાન્ટમાંથી ચણાનો મેસુબ, ભાવનગર રોડ પરથી ભોલેનાથ નમકી, જયભૂતનાથ ગૃહઉદ્યોગ એન્ડ નમકીન ઉમાકાંત ઉદ્યોગમાં શ્યામ ગૃહઉદ્યોગ વિમલ નમકીન, જૂના મોરબી રોડ પર રસીકભાઈ ચેવડાવાળા , કુવાડવા રોડ પર ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, ગોંડલ જોકર ગાઠીયામાંથી યુસડફાઈન ઓઈલ, યાજ્ઞીન રોડ પર સંતુષ્ઠી સેઈક મોરમાંથી વેનેલી મીલ્કસેઈ, બોબન મીલ્કસેઈક, કાજુ અંજીરથીકસ સેઈક અનેબેલ્જીયમ ચોકલેટ આઈસ્ક્રીમનો નમુનો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે

અલગ અલગ વિસ્તારો જેવા પેડક રોડ,અમીન માર્ગના છેડે, સાધુવાસવાણી પર રાત્રી બજારમાં ૪૨ રેકડીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં ૪૦ કિલો અખાધ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. અને વેપારીઓનેનોટીસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.