Abtak Media Google News

જશવંતસિંહ ભટ્ટી સહિતનાં કોંગી અગ્રણીઓએ કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત

છેલ્લા બે માસથી લોકડાઉન હોવાના કારણે નાના ધંધાર્થીઓની હાલત કફોડી બની જવા પામી છે. ચોથા તબકકાનાં લોકડાઉનમાં સવારે ૮ થી બપોરે ૪ સુધી ધંધો શરૂ કરવાની છુટ આપવામાં આવી છે પરંતુ શહેરમાં ચાના થડાઓ ખોલવાની મંજુરી ન હોવાના કારણે નાના ધંધાર્થીઓ આર્થિક સંકળામણ તો વેઠી રહ્યા છે ત્યારે નીતિ-નિયમો સાથે ચાના થડાવાળાઓને પણ ધંધો શરૂ કરવાની મંજુરી આપવામાં આવે તેવી માંગણી આજે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી સહિતનાં કોંગી કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.

જશવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, ગોપાલ ઉનડકટ અને રણજીત મુંધવા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શહેરમાં ગત ૧૯ થી સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી ધંધો કરવાની છુટ આપવામાં આવી છે પરંતુ નાના ચાનાં થડાવાળાઓને મંજુરી મળી નથી. શહેરમાં ચાની મોટી હોટલો અને દુકાનો ચાલુ છે ત્યારે દરરોજનું કમાઈને પેટીયુ રળતા આવા ચાનાં નાના ધંધાર્થીઓને પણ મંજુરી આપવી જોઈએ તેવી માંગણી કરી છે. તેઓ માટે અલગથી નીતિ-નિયમ બનાવવા જોઈએ જેવા કે સોશિયલ ડિસ્ટન્સની જાળવણી, સેનેટાઈઝરની સુવિધા, હેન્ડ ગ્લોબ્ઝ પહેરવા જેવા નિયમોનું પાલન કરે તેવું બાંહેધરીપત્ર આપે તેને જ ધંધો કરવાની મંજુરી આપવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.