Abtak Media Google News

‘ગુજરાત કલાવૃંદ’ની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત

ગાઇડ લાઇન મુજબના આયોજન અર્થે યોગ્ય લે આઉટ પણ તૈયાર કરાયો

નવરાત્રી ટુંક સમયમાં આવી રહી છે ત્યારે લોકો ગરબાને મંજુરી મળશે કે નહિ તેની રાહ જોઇ રહ્યા છે તેવામાં ગુજરાત કલાવૃંદના કલાકારોએ ગાંધીનગર ખાતે જઇ મુખ્યમંત્રી અને ના. મુખ્યમંત્રીને મૌખિક રજૂઆત કરી છે. લોકોનુ આરોગ્ય પણ જળવાઇ રહે તેમજ બેકાર બનેલા કલાકારો આવક મેળવી શકે તેવા શુભ હેતુ સાથે યોગ્ય ગાઇડલાઇન બહાર નવરાત્રીને મંજૂરી આપવા રજૂઆત કરાઇ છે.

ગુજરાત કલાવૃંદના સભ્યો ૧૨૦૦૦થી પણ વધારે છે. તેમાથી દરેક જીલ્લાના પ્રતીનીધીઓ ‘કમલમ‘ ગાંધીનગર ખાતે ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને કે.સી. પટેલ પાસે રૂબરૂ ગયા હતા અને આ કોરોનાની મહામારીના સમયમાં છેલ્લા છ સાત મહીનાથી કલાકરો અને તેમની સાથે લાગતા ધંધાર્થીઓ કામ વગર બેહાર થયા છે તો યોગ્ય ગાઇડલાઇન જાહેર કરીને કાર્યક્રમો શરૂ થાય એ માટેે રજૂઆત કરી હતી.

‘કમલમ’થી સંસ્થાના હોદેદારો સંજય પંડયા સહિત પંડયા, દેવ ભટ્ટ, ધર્મેશ મકાની, અભીતા પટેલ, કમલેશ ડોડીયા અને કેયુર પોટા વિધાન સભા ગયા હતા. જયાં નીતીનભાઇ પટેલ અને વિજયભાઇ રૂપાણીની રૂબરૂ મુલાકાતે કરી હતી.

મુલાકાત દરમ્યાન જણાવ્યુ હતુ કે આગામી સમયમાં જે નવરાત્રી કે કાર્યક્રમોની કોઇ ચોકકસ ગાઇડલાઇન જાહેર નહી થાય તો લાખો કલાકારો અત્યારે જે પરિસ્થીતીમાં છે. એના કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતમાં મુકાઇ જશે. અને અત્યંત બેકારીનો સામનો કરવો પડશે.

ગુજરાત કલાવૃંદ પાસે નવરાત્રીનો યોગ્ય લેઆઉટ પણ છે જે મિડિયા સમક્ષ સરકાર સુધી પહોચશે અને સરકાર માંથી સંપર્ક કરવામાં આવશે તો આ લેઆઉટ સરકાર સમક્ષ રજૂ કરાશે. અંતે ટુંક સમયમાં નવરાત્રીની યોગ્ય ગાઇડ લાઇન જાહેર કરવા કલાકારોએ રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.