શહેરી વિસ્તારમાં પણ બાંહેધરી ઉપર જ ઉદ્યોગોને મંજુરી આપો

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કલેકટરને રજૂઆત

લોકડાઉન-૩માં આપવામાં આવેલ છુટછાટ અનુસંધાને શહેરી વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને મંજૂરી આપવામા: આવેલ છે. પરંતુ આ મંજુરીના આધારે દરેક કારખાનાદારે પોતાના કારખાના ચલાવવા કેટલીક પ્રક્યિા કકરી કલેકટર તંત્ર પાસેથી મંજુરી મેળવવાની રહેશે. જે અંગેની માર્ગદર્શીકા તુરંતમાં મંજુરી અર્થે અરજી કરવાની રહેશે. આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજય સરકારના મુખ્યમંત્રી તથા મુખ્ય સચીવ સમક્ષ રજુઆત કરવા જણાવવામાં આવેલ છે કે રાજકોટ શહેરના કેન્ટોન્મેન્ટ કલસ્ટર સીવાયના વિસ્તારમાં આવેલા નાના ઉદ્યોગ ધરાવતા કારખાનાઓને શરૂ કરવા અંગે જાહેરાત કરવામાં આવેલ છે. આવા કારખાનાઓને મંજુરી અર્થે સરકારી કચેરીમાં પ્રક્યિા કરવી મુશ્કેલ હોય છે. તેમજ સરકારી કચેરીમાં પણ કાર્યભાર વધતો હોય છે અને ઉદ્યોગકારો કચેરીમાં જમા થઇ જતા હોય છે. અને લોકડાઉન સમય દરમ્યાન સંયમ જાળવી શકાતો નથી. ત્યારે નીચે મુજબનુંો સુચન કરીએ છીએ કે, જે તે વિસ્તારમાં આવેલા દરેક કારખાનેદારો સરકારની માર્ગદર્શીકા મુજબ જરૂરી બાંહેધરી તથા પોતાના કર્મચારીઓ અને માલીકના આવન જાવન પાસ સાથેની વિગત પૂર્ણ માહિતી નજીકના એસોસીએશન કચેરીએ જમા કરાવી મંજુરી અર્થે મળેલ અરજી સાથે બાંહેધરીપત્ર તથા કર્મચારીઓના પાસની વિગતવાળા પત્રની નકલમાં સંસ્થાનો સિક્કો મારી મંજુરી અર્થે કલેકટર કચેરીમાં રજુ થયેલ છે તેવી ખાતરી સાથે આ નકલ રાખવી. આવી સંસ્થાઓએ આવેલી અરજીઓ અને બાંહેધરીપત્ર વગેરે કલેકટરની કચેરીમાં રજુ કરવાની રહેશે. જયારે કારખાનેદારને આ મંજુરી મળેલ આપોઆપ ગણવામાં આવશે. આમ થવાથી સરકારી કચેરી પર કાર્યભારણમાં પણ રાહત થશે અને ઉદ્યોગકારોને આપોઆપ મંજુરી મળતા રાહત રહેશે. આમ એક અખબારી યાદીમાં ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઇન્ચાર્જ માનદમંત્રી ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.

Loading...