Abtak Media Google News

મતદાર ચકાસણી કાર્યક્રમ ૧૫ ઓકટોબર સુધી ચાલશે: એનએસવીપી પોર્ટલ તેમજ મતદાર ઈગ્રામ અને સીએસસી કેન્દ્ર ખાતે મતદારો ચકાસણી કરી શકશે

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દેશનો સૌથી મોટો મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ કરાયો છે જેમાંદરેક મતદાર ઓનલાઈન પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસી અને કાઈપણ સુધારા-વધારા કરી શકશે. મતદાર ઇગ્રામ કેન્દ્ર અને ઈજઈ કેન્દ્ર ખાતે પણ ચકાસણી કરાવી શકશે.આ કાર્યક્રમ આગામી ૧૫ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર ચકાસણી અને સુધારણા કાર્યક્રમ ૧ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર સુધી રખાયો છે. હર હંમેશા ચૂંટણી પહેલા આ પ્રકાર ના કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ પ્રજામાં જાગૃતતા બો અભાવ હોવાથી ચૂંટણી નજીક આવતા લોકો મતદાર યાદી માં નામ ઉમેરવા અથવા સુધારા કરાવા દોડભાગ કરતા હોય છે જેના કારણે અત્યાર થી જ મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ કરી દેવાયો છે. કાર્યક્રમ મારફત લોકો પોતાના નામ થી માંડીને સરનામું, ફોટો, પરિવારજનોના નામ, પિતા – પતિનું નામ તેમજ કુટુંબના તમામ લોકોનું નામ એક બૂથ પર લાવવા માટે પણ અરજી કરી શકશે જેની પ્રક્રિયા ટૂક સમય માં ચૂંટણી પંચ દ્વારા કરી દેવાશે.

તેમણે આ કાર્યક્રમની માહિતી પ્રજા સુધી પહોંચાડવા કેમ્પસ એમ્બેસેડરસ, ઈઆરઓ ઓફિસ તેમજ પ્રાંત અધિકારીની કચેરી ખાતેથી પ્રચાર – પ્રસાર કરીશું. ઉપરાંત મીડિયાના માધ્યમથી પણ દરેક નાગરિક સુધી પહોંચાડીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો તકલીફ પ્રજાને થાય તો વહીવટીતંત્રને પણ થાય.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ નો લાભ દરેક નાગરિક ઓનલાઇન એનએસવીપીના પોર્ટલ પરથી તો લઈ જ શકશે તે ઉપરાંત સીએસસી કેન્દ્ર તેમજ ઇગ્રામ કેન્દ્રને પંચાયત વિભાગને જોડીને આ વ્યવસ્થા ઓફલાઇન પણ શરૂ કરી દેવાઈ છે. આ તકે તેમણે રાજકોટ જિલ્લાના મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે આપ પણ આ કાર્યક્રમમાં જોડાવ, આ ફક્ત પાંચ મિનિટના સમયમાં થઈ શકે એટલું સરળ છે. ફક્ત પાંચ મિનિટ નો સમય ફાળવવાથી ચૂંટણી સમયે કોઈ પણ નાગરિક ને કોઈ તકલીફ નહીં પડે અને આપણે લોકશાહીના પર્વમાં એક સારા ભાગીદાર બનીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.