Abtak Media Google News

કેન્દ્ર સરકારના તમામ ક્રાઈટેરિયામાં રાજકોટ બેસે છે ફીટ: ઈલેક્ટ્રીક બસ મળવાના ઉજળા સંજોગો

કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની રક્ષા અને લોકોને સરળ પરિવહન સેવા ઉપલબ્ધ થાય તેવા હેતુથી દેશના ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોને ઇલેક્ટ્રિક બસો ફાળવવા માટે તૈયાર કરેલી એક ખાસ યોજના FAME INDIA SCHEME PHASE-II ( ફેમ ઇન્ડિયા સ્કીમ ફેઇઝ-૨ ) હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫૦ ઇલેક્ટ્રિક મીડી બસ પ્રાપ્ત કરવા માટે એક અરજી કેન્દ્ર સરકારશ્રીને મોકલી છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વિશેષ વાત કરતા એમ કહ્યું હતું કે, આધુનિક જમાનાના મોડર્ન પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્માર્ટ, સલામત, ટકાઉ અને આરામદાયક બની રહે તે જરૂરી છે. કેન્દ્ર સરકાર વાયુ પ્રદૂષણ પર અંકુશ મુકવા જે શ્રેણીબદ્ધ પગલાંઓ લઇ રહેલ છે તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવેલ છે અને તે અનુસંધાને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. જેનાથી આમજનતા પણ શહેરી વિસ્તારોમાં

પોતાના અંગત વાહનોનો ઉપયોગ ક્રમશ: ઓછો કરે અને મોડર્ન પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ને વધુ ઉપયોગ કરે તેવા

આશયથી શહેરોને ઇલેક્ટ્રિક બસો ફાળવવાની યોજના અપનાવેલી છે. જેના એક ભાગરૂપે National Electric

Mobility Mission Plan ૨૦૨૦ હેઠળ ભારે ઉદ્યોગ ડીપાર્ટમેન્ટ દ્વારા FAME (Faster Adaption and Manufacturing of Electric vehicles in India) India Scheme (Phase-II) હેઠળ સને-૨૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા ઇલેક્ટ્રિક વાહનોનો લક્ષ્યાંક નક્કી કરાયો છે અને તે અનુસંધાને શહેરોને FAME-II scheme હેઠળ કુલ આશરે ૭૦૦૦ ઈ-બસ બસો ફાળવવાનો ઈરાદો રાખવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનરએ વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરો માટે ન્યુનતમ(ઓછામાં ઓછી) ૧૦૦ બસની મંજુરી આપવા ધારે છે. રાજકોટ મહાનગરપાલિકા આ કાઈટેરીયામાં આવે છે અને ૯ મીટર લંબાઈની કુલ ૧૫૦ ઇલેક્ટ્રિક બસ માટે તા. ૧૬-૭-૨૦૧૯ ના રોજ એપ્લાય કરેલ છે. ૮થી૧૦ મીટર લંબાઈની એક ઇલેક્ટ્રિક મીડી બસ માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ રૂ. ૪૫ લાખ મંજુર કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા આ ૧૫૦ બસ પ્રાપ્ત થયા બાદ તે પૈકી ૨૦ ઈલે.બસ બી.આર.ટી.એસ. રૂટ પર અને ૧૩૦ ઈલે. બસ સિટી બસ પરિવહન ક્ષેત્રે ફાળવવા આયોજન ધરાવે છે. દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા પણ ઈખઞઇજ હેઠા બી.આર.ટી.એસ. અને સિટી બસ સેવામાં પ્રતિ કિ..મી. રૂ.૧૨.૫૦/-ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.