Abtak Media Google News

ભાજપ માટે ‘દિલ્હી’ દૂર!!!

નાગરિકતા સુધારા કાયદામાં ધાર્મિક જોગવાઇ દુર કરવાની માંગ કરી રહેલા અકાલી દળને ભાજપે પોતાનું વલણ બદલવા જણાવતા અકાલીદળે ભાજપ સાથે દિલ્હીમાં ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ ભાજપે દેશભરના મોટાભાગના રાજયોની ચૂંટણીમાં સફળતા મેળવીને પોતાનું શાશન સ્થાપ્યું હતું. પરંતુ, કેન્દ્રની રાજધાની એવા દિલ્હીમાં વર્ષ ૨૦૧૫ માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને કારમો પરાજય આપીને ૭૦ માંથી ૬૭ બેઠકો મેળવી હતી  જેથી ભાજપ માટે દિલ્હી રાજયમાં સત્તા મેળવવી પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન સમાન બની ગયો છે.

જેથી, છેલ્લા પાંચ વર્ષથી ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે એડી ચોરીનું જોર લગાવી રહ્યું છે. આગામી ૮મી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાસનભાની ચૂંટણી યોજાનારી છે જયારે ભાજપના સત્તા મેળવવાના પ્રયાસોને ઝટકો એનડીએ માં તેના દાયકાઓ જુના સાથી પક્ષ અકાળી દળે આપ્યો છે. નાગરીકતા સુધારા કાયદાને ધર્મના આધારે બનાવવાનો વિરોધ કરી રહેવા અકાલી દળે દીકરી વિધાનસભાની ચૂંટણી લડવાનો ગઇકાલે ઇન્કાર કરી દીધો છે.

દિલ્હી અકાલીદળના અધ્યક્ષ મંજિંદર સિંહ સિરસાએ જાહેરાત કરી હતી કે પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું  હતું કે, “ભાજપ સાથેની બેઠક દરમિયાન અમને સુધારેલા નાગરિકત્વ કાયદા અંગે તેમનીપાર્ટીના વલણ પર ફરીથી વિચાર કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ અમે ના પાડી દીધી હતી. દિલ્હીના ધારાસભ્ય મંજિંદર સિંહ સિરસાએ વધુમાં કહ્યું હતુું. કે દિલ્હીમાં તેમની પાર્ટીનું સ્ટેન્ડ સુખબીરસિંહ બાદલની જેમ જ છે. સીએએમાં બધા ધર્મોનો સમાવેશ થવો જોઈએ. સાથી પક્ષે ભાજપ દ્વારા નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) પર પોતાનો વલણ બદલવા કહ્યું ત્યારબાદ શિરોમણી અકાલી દળે સોમવારે કહ્યું હતું કે આગામી મહિને યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. મંજિન્દરસિંહ સિરસાએ એક પ્રેસ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું  ભાજપ સાથેની ચૂંટણીને લગતી ત્રણ બેઠકોમાં તેમના પક્ષને સીએએ અંગેના તેના વલણ અંગે વિચારણા કરવા કહેવામાં આવ્યું હતું.

7537D2F3 9

રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠક પરથી ભાજપના ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂકેલા સિરસાએ કહ્યું હતું કે, ભાજપ સાથેની અમારી બેઠકમાં અમને સીએએ અંગેના વલણ પર પુનર્વિચારણા કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ અમે તેમ કરવાનો ઇનકાર કર્યો છે. શિરોમણી અકાલી દળનું મંતવ્ય છે કે સીએએમાંથી મુસ્લિમોને બાકાત રાખી શકાતા નથી. દિલ્હીમાં કાલકાજી, તિલક નગર, હરિ નગર અને રાજૌરી ગાર્ડન જેવી ઘણી શીખ ધર્મની પ્રભુત્વવાળી બેઠકો છે જ્યાં અકાલી દળનો પ્રભાવ છે.અકાલી નેતા સિરસાએ ભાજપની ટિકિટ પર રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠક પરથી ૨૦૧૭ ની પેટા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. સિરસાએ વધુમાં કહ્યું કે, શિરોમણી અકાલી દળ માને છે કે એનઆરસી લાગુ થવી જોઈએ નહીં. અમે સીએએનું સ્વાગત કર્યું પરંતુ અમે ઇચ્છીએ છીએ કે કોઈ પણ ધર્મ તેનાથી બાકાત ન રહે.  સોમવારે બીજેપીએ તેની દિલ્હી ચૂંટણીની માટે ઉમેદાવારોની યાદી જાહેરાત કરી દીધી છે. આમાં શિરોમણી અકાલી દળના ઉમેદવાનનું પણ શામેલ નહોતું હતાં.

અંગે પ્રતિક્રિયા આપતા દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, અકાલી દળનું ચૂંટણી ન લડવાનો સ્ટેન્ડ બીવુ બે તિવારીએ કહ્યું, અકાલી દળ એ આમાંથી સૌથી જુનો સાથી છે. તેમણે નાગરિકત્વ કાયદા અંગે સંસદમાં અમારું સમર્થન કર્યું છે. જો તેઓ ચૂંટણી લડવા માંગતા નથી, તો તે તેમનો નિર્ણય છે.સિરસાએ એવી અટકળોને નકારી કે તેમની પાર્ટીએ આ નિર્ણય લીધો હતો કારણ કે ભાજપે તેમની બેઠક વહેંચણીના ફોર્મ્યુલાને સ્વીકાર્યું નથી.આ ઘટના ક્રમથી અકાલીદળને  ટેકેદાર સીબ સમાજનો મતદાર વર્ગ ભાજરની દુર થાય તો ભાજપના દિલ્હીની સભા કબ્જે કરવાનું  સ્વપ્ન દુર રહી જાય તેવા સંજોગો ઉભા થઈ શકે એમ છે.

  • કેજરીવાલે ઉમેદવારી ફોર્મ ભરવામાં ‘શો-બાઝી’ કરી!!!

આગામી આઠમી ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કેજરીવાલે વિશાળ ‘રોડ શો’ યોજયો હતો. આ રોડ-શો દરમ્યાન કેજરીવાલે ‘શો-બાજી’ કરતા તેઓ સમયસર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભરી શકયા ન હતા. આ અંગે કેજરીવાલે જણાવ્યું હતું કે મારા માટે ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કરતા મારા મતદારનું મહત્વ વધારે છે. રોડ-શો દરમ્યાન જેમની લાગણીને અવગણી શકયો નહી જેથી ઉમેદવારી ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો હતો. હવે હું આવતીકાલે ઉમેદવારી પત્ર રજુ કરીશ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઇકાલ

બપોરે ૧ર વાગ્યે ઉમેદવારી કરવા માટે રવાના થયા હતા. આ દરમિયાન તેમણે વાલ્મીકી મંદીરથી પટેલ ચોક સુધીનો રોડ-શો યોજયો. હતો. આ દરમ્યાન ઉ૫સ્થિત થયેલી જનમેદનીને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કે મારા સમર્થકો મોટી સંખ્યામાં આવ્યા છે અને અમે તેમને છોડી શકીએ નહીં. આવી સ્થિતિમાં હવે અમે આવતીકાલે નામાંકન ભરવાનું નકકી કર્યુ છે. દિલ્હીની વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો માટે નામાકન ભરવાનો મંગળવારે એટલે કે આજે અંતિમ દિવસ છે. અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે. તેમણે આ બેઠક ૨૦૧૩ માં પ્રથમ વખત લડી હતી અને તત્કાલીન સીએમ શીલા દિક્ષીતને ૨૫ હજાર મતોથી ફરાવ્યા હતા. આમ, ‘શો-બાજી’માં નિષ્ણાંત મનાતા અને સમયાંતરે આવા ગતકડા કરીને મીડીયામાં ચમકતા રહેતા અરવિંવ કેજરીવાલે ઉમેદવારી ભરવામાં પણ ‘શો બાજી’કરતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.