Abtak Media Google News

છૂટક વેપારીઓને પાન-બીડીનો માલ ન મળતો હોવાની ફરિયાદ

કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં પાનમાવાની દુકાનો બંધ હતી જોકે હવે છૂટ મળી છે છતાં વેપારીઓ વેપાર કરી સકતા નથી કારણકે હોલસેલ વેપારીઓ દુકાન ખોલતા ના હોય અને બંધબારણે કાળાબજારી કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા

લોકડાઉન અમલી બન્યું ત્યારથી માર્ચ મહિનાથી લઈને છેક મેં માસ અડધો વીત્યો ત્યાં સુધી પાનમાવાની દુકાનો બંધ હતી જેથી પાનમાવાના નાના વેપારીઓ બે માસથી ઘરે બેઠા હોય અને હવે લોકડાઉન ૪ માં પાનમાવા દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે પરંતુ હજુ હોલસેલ દુકાનેથી વેપારીઓને માલ મળતો ના હોય જેથી રોષે ભરાયેલા વેપારીઓ આજે શંકર આશ્રમ ખાતે એકત્ર થયા હતા અને હોલસેલ વેપારીઓ પ્રત્યે ભારોભાર રોષની લાગણી વ્યક્ત કરી હતી તેમજ વેપારીઓને વેપાર કરતા યોગ્ય રીતે માલ મળે તેવી માંગ પણ તેઓ તંત્ર પાસે કરી રહયા છે

મોરબીમાં પાનમાવાનો વેપાર કરતા રીટેલ વેપારીઓએ હોલસેલ ધંધાર્થીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા કે વેપારીઓ કાળાબજારી કરે છે અને દુકાનો ના ખોલીને બંધ બારણે વેપાર કરી ઊંચા ભાવ વસુલી રહ્યા છે લોકડાઉન દરમિયાન જયારે છૂટ ના હતી ત્યારે પણ વેપારીઓએ લૂંટ મચાવી હતી અને હજુ પણ લૂંટ મચાવી કાળા બજારી કરતા હોવાના આક્ષેપ કરે છે ત્યારે તંત્ર હજુ પણ કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળે છે

મોરબીમાં તંત્ર જેવું કશું છે કે નહિ ?

મોરબી જીલ્લામાં લોકડાઉન દરમીયાન એક તરફ ધંધારોજગાર બંધ થતા લોકો આર્થિક રીતે બદહાલીનો સામનો કરતા હોય ત્યારે પાનમાવાના વ્યસનીઓ પાસેથી વેપારીઓ ઉચી કીમત વસુલી હતી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પાનમાવા અને બીડીમાં વેપારીઓએ ડબલ નહિ પરંતુ ૩-૪ ગણા ઊંચા ભાવ વસુલ કર્યા હતા ત્યારે ય તંત્ર કાળા બજારીઓનું કશું બગાડી શક્યું ના હતું તો હજુ પણ હોલસેલ વેપારીઓ કેમ દુકાન ખોલી માલ આપતા નથી તેવા સવાલો ઉઠે છે અને મોરબીનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર હજુ પણ નાગરિકોના હિતમાં જાગ્યું નથી તે મોરબીની બદનસીબી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.