Abtak Media Google News

કોઇપણ જાતિને શિડયુલ કાસ્ટનો લાભ આપવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર અને સંસદને જ હોવાની દલીલને ગ્રાહય રાખી હાઇકોર્ટે આ મુદ્દે જવાબ રજુ કરવા યોગી સરકારને તાકીદ કરી

અલ્હાબાદ હાઇકોર્ટના એક નિર્ણયથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના સરકારની ન્યાયિક અને રાજકીય રીતે મોટી પીછેહઠ થવા પામી છે. સોમવારે અલ્હાબાદ હાઇકોર્ટ રાજય સરકારના એ આદેશને સ્થગિત કરી દીધો હતો જેમાં ૧૭ જેટલી અન્ય પછાત જાતિઓને સિકયુલ કાસ્ટમાં મુદ્દે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રિટપિટિશન દાખલ કરનાર ગોરખપ્રસાદની અરજીની સુનાવણી હાથ ધરી ન્યાયમૂર્તિ સુનિલ અગ્રવાલ અને રાજી મિશ્રાની ખંડપીઠે રાજય સરકારને એવો નિર્દેશ આપ્યો હતો કે ત્રણ અઠવાડીયામાં જ આ અંગેનો જવાબ રજુ કરવો. અદાલતે ત્રણ અઠવાડીયા બાદ આગલી સુનાવણી માટે કેસને વિધિવત ગ્રાહય રાખ્યો હતો. ઉત્તરપ્રદેશ સરકારે ગત ર૪ જુનના રોજ જીલ્લા કલેકટર અને ડીવીઝન કમીશ્નરને રાજયમાં વસતા ૧૭ જેટલા અન્ય પછાત વર્ગના સમુદાયો જેવા કે કશ્યપ, રાજભાર, ધિવર, બિન્દ, કુંભાર, કહાર, કેવટ, નિસદ ભાર, મલ્લા પ્રજાપતિ, ધિમ્મર, બથમ, તુહકા, ગાડીયા, માનજી અને મછુઆ જ્ઞાતિને શિડયુલ કાસ્ટના પ્રમાણપત્ર આપવાનો આદેશ કર્યો હતો.

શિડયુલ કાસ્ટમાં આ સત્તરેય ઓબીસીને સામેલ કરી સામાજીક ઉત્કર્ષના લાભવધુ મેળ તેવા ખોલેલા દરવાજા સામે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં દાદ માંગવામાં આવી હતી. કે  શિડયુલ કાસ્ટમાં પ્રમોટ કરવાની બંધારણીય સત્તા માત્રને માત્ર કેન્દ્ર સરકારને જ છે ત્યારે રાજય સરકાર દ્વારા આ પ્રકારના લેવાયેલા નિર્ણયથી બંધારણની કલમ ૩૪૧ નો ભંગ થાય છે. રાજય સરકાર પોતાની રીતે કોઇપણ રીતે જ્ઞાતિને સામેલ કરી ન શકે. અરજદારે જણાવ્યું છે કે સરકારે ચાલુ વર્ષના જુન મહીનામાં ઉપર દર્શાવેલી ૧૭ જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓ ના દરજજામાંથી શિડયુલ કાસ્ટની  જ્ઞાતિઓમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંધારણીય રીતે કલમ ૩૪૧ માં એવો સ્પષ્ટ નિદેશ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ જ કોઇપણ વર્ગની જ્ઞાતિઓને શિડયુલ કાસ્ટની યાદીમાં ગર્વનરના નિર્ણય ને આધિન જાહેરનામુ બહાર પાડીને કરી શકે છે. અઘ્યાય નં.ર માં એવું જણાવાયું છે કે જો અઘ્યાય નં.૧ મુજબ કલમ ૩૪૧ અન્વયે જો જાહેરનામુ પ્રસિઘ્ધ થયું હોય તો માત્ર સસંદ જ આ ફેરફાર કરી શકે છે. અયઘ્યાય-રમાં પણ એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સાંસદ જ કોઇપણ વર્ગની જ્ઞાતિને શિડયુલ કાસ્ટમાંથી બાકાત કે બહાલ કરી શકે છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના ૧૭ અન્ય પછાત જ્ઞાતિઓને વધુ લાભ પ્રાપ્ત શિડયુલ કાસ્ટમાં સામેલ કરવાના કેન્દ્ર સરકારથી ઉપરવટ જઇને લેવાયેલ નિર્ણયોને હાઇકોર્ટે રોકી દીધો હતો.

રાજદ્વારી રીતે બંધારણની પ્રક્રિયાને ઉપરવટ જઇને ૧૭ ઓબીસી જ્ઞાતિઓને શિડયુલ કાસ્ટમાં મુકવાનો નિર્ણય અયોગ્ય હોવાનો કોર્ટે નોઘ્યો હતો. ઉતરપ્રદેશમાં ઘણા લાંબા સમયથી ઓબીસી જ્ઞાતિઓને શિડયુલ કાસ્ટનો દરજજો આપવાની માંગ ઉઠતી રહે છે અલ્હાબાદ હાઇકોર્ટના આ ચુકાદાથી યોગી સરકારની બંધારણી અને રાજકીય રીતે મોટી પીછેહઠ થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.