Abtak Media Google News

છાત્રોની ફરીયાદોનો તટસ્થભાવે નિકાલ લાવવા લોકપાલની વ્યવસ્થા અમલી બનાવવાનો સરાહનીય નિર્ણય

રાજયની તમામ યુનિવર્સિટીઓમાં લોકપાલ નિમવા અર્થેની સચ કમીટી બનાવવાનો શિક્ષણ વિભાગે સરાહનીય નિર્ણય લીધો છે.

આ અંગે કમલેશભાઇ જોષીપુરા (લોકપાલ કમીટીના અઘ્યક્ષ) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ) ના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજયભરની યુનિવર્સિટીમાં લોકપાલ નિમવા અર્થેની સર્ચ સમીટી નિમવા અર્થેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એક સમયના વિઘાર્થી કાર્યકર્તા અને વર્તમાન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છાત્રોને કોઇપણ પ્રકારની ફરીયાદ હોય તેના સંદર્ભની અંદર તેનો તટસ્થ ભાવે નિકાલ થાય તે અર્થે યુનિવસિર્ટી ગ્રાન્ટસ કમીટીએ સુચવેલ માર્ગદર્શક રેખા અંતર્ગત લોકપાલની વ્યવસ્થા ગુજરાતના અમલમાં લાવવામાં આવી. ખરેખર ગુજરાત સરકાર આ દિશાની અંદર જે રીતે ચિતિત હતી રાજયના મુખ્યમંત્રી અને રાજયના શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સમગ્ર ટીમે જયાં ત્વરીત નિર્ણય લીધો છે તે સરાહનીય છે. હું માનું છું કે પશ્ર્ચિમ ભારતની અંદર ગુજરાતનું જે મોડલ છે તે શ્રેષ્ઠ બની રહેશે. આપણે જાણીએ છીએ કે યુનિવસિટીમાં શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર બન્ને વઘ્યા છે. સમાજ જીવનના તમામ સ્તરના, તમામ વર્ગના, તમામ પરિવારોના વિઘાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે આગળ આવી રહ્યો છે. ઉચ્ચ અભ્યાસમાં આગળ આવવાની સાથે સંખ્યાત્મક વધારો થવાની સાથે શિક્ષણના પ્રચાર અને પ્રસારની સાથોસાથ વૈવિઘ્ય સભર ઉચ્ચ શિક્ષણના માહોલ વચ્ચે વિઘાર્થીઓને પ્રવેશ સંબંધી ફી સંબંધી, સગવડતા સંબંધી કોઇપણ પ્રકારે વિઘાર્થીઓનો વ્યાજબી ઉકેલ લાવવા પાત્ર મુશ્કેલી છે. તેના માટે લોકપાલ સ્વતંત્ર અને તટસ્થ રીતે વિચારશે. રાજય સરકારની યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓ એમ બન્નેની અંદર કમીટી સરકારે નીમી છે. ચેર પર્સન તરીકેની મને જવાબદારી આપવાની સાથે ગુજરાત યુનિ.ના કુલપતિ વરિષ્ઠ શિક્ષણવિદ્દ હિમાંશુભાઇ પંડયા, પબ્લિક યુનિવર્સિટીનું પ્રતિનિઘ્ય કરશેફ. અને ખાનગી યુનિવર્સિટીનુ પ્રતિનિધિત્વ ગણપત  યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પટેલ કરશે. રાજયના શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માજી સર્ચ કમીટીના સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. આ પ્રકારની એક ત્વરીત વ્યવસ્થા રાજય સરકારે જાહેરનામુ બહાર પાડી અને અમલમાં મૂકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમથી વિઘાર્થીઓની મુશ્કેલીઓમાં કુલપતિ ઉપકુલપતિથી લઇને પ્રથમથી જ સંવેદનશીલ અને ક્રિયાશીલ છે. અન્ય યુનિવર્સિટીમાં પણ આજ સ્થિતી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.