Abtak Media Google News

સુપ્રીમ કોર્ટની ખાસ રચાયેલી બેંચે આપ્યો આદેશ

તમામ ટ્રેનોમાં ઓકિસજન સિલિન્ડર નિહાયત જરૂરી છે. તેમ સુપ્રીમ કોર્ટે રેલવે તંત્રને આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે રેલવે તંત્રને જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે ભારતીય રેલની તમામ ટ્રેનોમાં ચોકકસ પુરવઠા (માત્રા)માં લાઈફ સેવિંગ ગેસ એટલે કે ઓકિસજન સિલિન્ડર આ આદેશ જારી કર્યાની તારીખથી રાખવો ફરજિયાત છે. કેમકે ટ્રેનમાં ગમખ્વાર અકસ્માત સમયે ઈમરજન્સી ટાણે ઓકિસજન સિલિન્ડરની ખૂબજ જ‚ર પડતી હોય છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા મુસાફરોને અકસ્માતના ઘટના સ્થળેથી હોસ્પિટલ કે સારવાર કેન્દ્ર સુધી પહોચાડતા સુધી ઓકિસજનથી તેમનો જીવ બચાવી શકાય છે. અત્યાર સુધી તમામ ટ્રેનોમાં આ સુવિધા ન હતી પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તમામ ટ્રેનોમાં ચોકકસ નંગ ઓકિસજન સિલિન્ડરનાં બાટલા રાખવા જ પડશે.

સુપ્રીમ કોર્ટનાં જસ્ટીસો દિપક ચૌરસિયા, એન.એમ. ખાનપાનકર, આર.એમ.ડી. ચંદ્રચૂડસિંઘની કાસ રચાયેલી બેંચે આ આદેશ આપતા આગળ જણાવ્યું હતુ કે, ઈમરજન્સીમાં ઘાયલ રેલ મુસાફરોને સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ મળવી નિહાયત જ‚રી છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉપરાછાપરી રેલ અકસ્માતોની ઘટનાની રીતસર હારમાળા જ સર્જાઈ ગઈ હતી. જેમાં નિદોર્ષ મુસાફરોએ જાન ગુમાવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.