Abtak Media Google News

કોલેજની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીનીઓનું સન્માન કરાયું..

સાવરકુંડલા શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલીત તથા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સંલગ્ન )શ્રી મતિ વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે સંસ્થા ના સ્થાપક  આદ્યસ્થાપક પૂ.શ્રી લલ્લુભાઈ શેઠ તેમજ દાતા પરિવાર શ્રી ધીરૂભાઈ ધેલાણી તથા શ્રી મતિ વનિતા બેન ઘેલાણી ના આશીર્વાદ થી આ કોલેજ નો એકત્રીશમો વાર્ષિકોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓ ને શૈક્ષણિક તેમજ  સહ અભ્યાસકીય વિવિધ સ્પર્ધાઓમા મેળવેલ સિધ્ધિ બદલ પુરસ્કૃત કરવામાં આવેલ અને માનવ મંદિર ના ભક્તિ રામ  બાપુની અધ્યક્ષતા મા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવેલ તેમજ આ કર્યક્રમ મા કનુંભાઈ ગેડિયા,કાણકિયા કોલેજ ના શૈલેષભાઈ રવૈયા,ઉષાબેન તેરૈયા, અનિલ ભાઈ રાદડિયા,ભદ્રાબેન ,જોગીન ભાઈ હિતેશ ભાઈ જોષી,રોહિતભાઈ ઠકકર,ઘનસ્યામ ભાઈ તન્ના, કવિતા બેન,ડો. કુરેશી,છાયાબેન શાહ, અમીબેન ભટ્ટ, રૂકશાના બેન કુરેશી,ડો.પ્રતિમા બેન શુક્લા,  પત્રકાર યોગેશ ઉનડકટ, ફોટો ગ્રાફર આશિષ ભાઈ,ખેરાજ ભાઈ તેમજ સમગ્ર સ્ટાફ ની ઉપસ્થિતી રહી હતી  અને તમામ ઉપસ્થિતી ઓ ને પૂછપગુચ્છ આપીને સન્માનિત કરેલ

આ તકે કોલેજ ની વિવિધ સ્પર્ધા ઓમાં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીની ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રંગોળી સ્પર્ધા નું આયોજન કરાયું હતું અને કોલેજ ના તમામ સ્ટાફ દ્વારા રૂ ૩૬૦૦૦ નું ડોનેશન વિદ્યાગુરુ ફાઉન્ડેશન ને અર્પણ કરેલ અને કોલેજના ઇન્ચાર્જ  પ્રિન્સિપાલ ડી.એલ. ચાવડા એ વાર્ષિક અહેવાલ રજુકરેલ  સમગ્ર કોલેજ સ્ટાફે આયોજન ને સફળ બનાવેલ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.