Abtak Media Google News

સ્વીસ બેંકોમાં ભારતીયોએ જમા કરાવેલું નાણુ ૨૦૧૭માં ૫૦ ટકાથી વધી સાત હજાર કરોડે પહોંચ્યું હતું

સ્વિઝલેન્ડની બેંકોએ સતત ત્રીજા વર્ષે પોતાની બેંકોમાં વિવિધ દેશના નાગરિકોને જમા કરાવેલા નાણાની વિગત જાહેર કરાઈ. આ અહેવાલમાં ઘણી આશ્ચર્યજનક વિગતો સામે આવી છે. સ્વીસ બેંકમાં ભારતીય મુળની વ્યકિતઓના કુલ રૂ.૩૦૦ કરોડના કોઈ ધણી ધોરી નથી.

સ્વીસ બેંક ઓમ્બુડસમેન્ટ દર વર્ષે આ પ્રકારની યાદી જાહેર કરે છે. જેથી સ્વીસ બેંકમાં પડેલી થાપણોના કોઈ દાવેદાર હોય તો તે કાયદાકીય માર્ગે તે પરત મેળવી શકે. જોકે વર્ષ ૨૦૧૭માં જાહેર કરાયેલી યાદીમાંથી પાછલા વર્ષના ફકત ૪૦ ખાતાના દાવેદારો મળતા તેમની વિગતો હટાવાઈ હતી.

આ વર્ષે ફરી એકવાર આ યાદી જાહેર કરાઈ છે. જેમાં કુલ ૩,૫૦૦ બેંક ખાતા અને બે સેફ ડિપોઝીટ વોલ્ટની વિગત અપાઈ છે. આ ૩૫૦૦ માંથી ફકત ૬ ખાતા ભારતીય મુળના છે. જેમાં કુલ ૩૦૦ કરોડનું નાણુ પડયું છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી આ ખાતામાં વ્યવહાર કરાયા નથી કે કોઈ વ્યકિત દ્વારા દાવેદારી કરાઈ નથી. સ્વીસ બેંક ઓથોરિટીના જણાવ્યા અનુસાર ૨૦૧૫થી આ છ ખાતા નિષ્ક્રિય છે.

સ્વીસ સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે સ્વીસ બેંકોમાં ભારતીયોએ જમા કરાવેલુ નાણુ ૫૦ ટકા વધીને રૂ.સાત હજાર કરોડે પહોંચી ગયું હતું. જોકે તેમાં એવી રકમ સામેલ નથી. જે અન્ય દેશોમાં ચાલતી કંપનીઓ વતી જમા કરાવાઈ હોય. સ્વીસ બેંકોમાં જમા કરાવાતા નાણા મુદ્દે ભારતમાં હંમેશા રાજકીય નિવેદનબાજી આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થતા રહે છે. જોકે બેકિંગ નિષ્ણાંતોના મતે આ છ સ્વીસ ખાતાનો કોઈ દાવેદાર નથી મળી રહ્યો.

તેને રાજકારણ સાથે સંબંધ છેકે નહીં એ થશે અત્યારે કશું કહી શકાય એમ નથી. સ્વીસ બેંકો પર ભારત સહિત અનેક દેશો આરોપ લગાવી ચુકયા છે કે ત્યાં કાળુનાણુ જમા કરાવવા મલ્ટિપલ લેયરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ કારણોસર છેલ્લા કેટલાક વર્ષોથી સ્વીસ બેંકો વિવિધ વિગતો જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષથી ભારતને સ્વીસ બેંકોમાં પડેલા કાળાનાણાની વિગતો ઓટોમેટીક મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.