Abtak Media Google News

૨૪મી જાન્યુઆરીએ જુના ગીતોનો કાર્યક્રમ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત તમામ સર્કલ અને હેરીટેજ સ્થળો શણગારાશે

પ્રજાસત્તાક પર્વ -૨૦૨૦ની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે તે પૂર્વે મહાપાલિકા દ્વારા શહેરનાં હાર્દસમા રેસકોર્સ રીંગ રોડ પર તમામ લાઈટીંગ પોલને આકર્ષક બનાવવામાં આવશે આ માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે. ૨૪મી જાન્યુઆરીએ જુના ગીતોનો કાર્યક્રમ યોજાશે. શહેરનાં તમામ રોડ, સર્કલ અને હેરીટેજ સ્થળોને શણગારવામાં આવશે તેમ આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે ત્યારે મહાપાલિકા દ્વારા રેસકોર્સ રીંગ રોડ ફરતે આવેલા તમામ ઈલેકટ્રીક પોલને ડેકોરેટીવ અને આકર્ષક બનાવવામાં આવશે. આ કામ ૨૬મી જાન્યુઆરી પહેલા પૂર્ણ કરવાનાં ટાર્ગેટ સાથે આગામી દિવસોમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરાશે. પોલને આકર્ષક કરવામાં આવ્યા બાદ રેસકોર્સ રીંગ રોડની શકલ જ ફરી જશે. ૨૪મી જાન્યુઆરીએ મહાપાલિકા દ્વારા જુના ગીતોનો કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરનાં તમામ મુખ્ય માર્ગો તથા સર્કલ અને ઐતિહાસિક સ્થળોને શણગારવામાં આવશે. કરોડો રૂપિયાનાં વિકાસ કામો તથા ખાતમુહૂર્ત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.