Abtak Media Google News

દાદરાનગર હવેલીમા બધા વિભાગોની સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે. જેનાથતી લાકોને ઘણો ફાયદો થશે. પ્રાપ્ત જાણકારી અનુસાર સેલવાસમાં આવેલા કલેકટર કાર્યાલયમાં કલેકટર કન્નન ગોપીનાથને એક પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે રેવન્યુ વિભાગ, બધા સેટલમેંટ સેલ પરમીશન, એનએ પાટીશન જેવા કામો માટે લોકોને જુદા જુદા આવેદન કરવું પડતું હતુ.

તેમજ જમીનના દસ્તાવેજો માટે કાર્યાલયોમાં ધકકાઓ ખાવા પડતના હતા. અને ઘ્યાનમાં રાખતા સાથે ઓનલાઇન સરળ પ્રકિયા દ્વારા જમીનના ૭/૧૨, ડોમિસાઇલ, એસસી એસટી દાખલાઓ લેવા તેમજ બીજા અનેક જમીનને લગતા દસ્તાવેજો માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ગયા સમયમાં બધા દસ્તાવેજો માટે અલગ અલગ અરજી કરવી પડતી હતી. તેમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. તેમજ જાતિ, વતનના દાખલા, ડોમિસાઇલ દાખલા હાલમાં લેમીનેશન કરીને આપવામાં આવી રહ્યા છે.

ઘણા લોકોને અનેક વાર અહિં દાખલ નીકાળવા માટે આવે છે. હવે અહિં દાખલા કાયમ માટે ઓનલાઇન ઉપલબ્ધ રહેશે. પ્રશાસનના પેટલાદમાં કેમ્પ કરીને લગભગ બધા લોકોને જરુરત અનુસાર દાખલા બનાવીને લેમીનેશન કરીને આપવામાં આવ્યા છે. ઓનલાઇનની સાધારણ પ્રક્રિયા બાદ ઘર બેઠા લોકોને પોતાના દસ્તાવેજોની સાથે રેવન્યુ અને બધા સેટલમેન્ટ ના કામોની અરજી કરી શકે છે. તેઓએ કહ્યું હતું કે સેલવાસમાં અત્યાર સુધીમાં લગભગ ૪૦ હજાર પ્રમાણ પત્ર આપવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં તો લગભગ ૧ લાખ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.