સમસ્ત તળપદા કોળી પટેલ યુવક મંડળનો શુક્રવારે ૫૪ યુગલનો સમુહ લગ્નોત્સવ

દિકરીઓને ૧૦૦ જેટલી વસ્તુઓ કરિયાવર રૂપે ભેટમાં અપાશે; ૨૫૦૦૦થી વધુ લોકો નાત જમણનો લાભ લેશે; આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આગામી તા.૭ સમસ્ત તળપદા કોળી પટેલ યુવક મંડળ દ્વારા ૩૧માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૫૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માડી રહ્યા છે. જેમાં દિકરીઓને અંદાજીત ૧૦૦ ચીજ વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવશે. આ સાથે નાત જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો ૨૫૦૦૦થી વધુ લોકો લાભ લેશે સમાજના આગેવાનો તરફથી કરીયાવર આપવામાં આવે છે.

સમુહ લગ્નોત્સવ આજી ડેમ ગ્રાઉન્ડ, આજી ડેમ ચોકડી, ભાવનગર રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ તકે અધ્યક્ષ સ્થાને દેવાબાપાની જગ્યાના મહંત વિરજી ભગતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા ભુપતભાઈ ડાભી (ચેરમેન કોળી ઠાકોર નિગમ) ઉપસ્થિત રહી નવયુગલોને આર્શીવચન પાઠવશે. સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા મુખ્ય આયોજક સમિતિના સભ્યો છગનભાઈ ભુસડીયા, ભીખાભાઈ ડાભી, નિલેશભાઈ મકવાણા કાનાભાઈ શિયાળ, ભુપતભાઈ જસાણી, હકાભાઈ સોરાણી વગેરએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી

Loading...