Abtak Media Google News

સ્ટેશનો અને ટ્રેનના કોચ ઉપર બાજ નજર રાખવા કેમેરા ફેશીયલ રેકોગ્નાઈઝેશન સોફટવેર, મોસન ડિટેકશન અને ક્વિક રિવ્યુથી લેસ રહેશે

રેલવે સ્ટેશનોની સુરક્ષા માટે બજેટમાં કેન્દ્ર સરકારે ફાળવી હતી માતબર રકમ

રેલવે વિભાગ સ્ટેશનોની સુરક્ષા માટે કટીબધ્ધ છે. જેના ભાગ‚રૂપે તમામ રેલવે સ્ટેશનો અને ટ્રેનના કોચમાં સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ ગોઠવવામાં આવશે. જેના ભાગ‚રૂપે રેલવે વિભાગે સીસીટીવીના ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ, ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ટેન્ડર મંગાવ્યા છે.

કેમેરાની ગુણવત્તાના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. એચડી આઈપી કેમેરા, ફીચ ડોમ ટાઈપ કેમેરા, ફોરકે યુએચડી બુલેટ ટાઈપ કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેમેરા માત્ર સ્ટેશન પર બાજ નજર જ નહીં રાખે પરંતુ ફેશિયલ રેકોગ્નાઈઝ સોફટવેરથી સજ્જ હશે. કવીક રિવ્યુ આપશે. ઉપરાંત મોસન ડિટેકશનની ટેકનોલોજીથી આ કેમેરા સજ્જ હશે. કેમેરાને આરપીએફ અને જીઆરપી ઓપરેટ કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે, નોર્થ રિજીયન માટે ૨૪૦૭૪ કેમેરાની બીડસ મંગાવાઈ છે. જયારે વેસ્ટર્ન રિજીયન માટે ૧૬૮૧૩ કેમેરાની બીડ મંગાવવામાં આવી છે. સાઉથ રિજીયનમાં ૨૦૮૪૭ અને ઈસ્ટન રિજીયનમાં ૨૮૧૧૧ કેમેરા ગોઠવવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં દેશની ૧૧૦૦૦ ટ્રેન અને ૮૫૦૦ સ્ટેશનમાં સીસીટીવી ગોઠવવા માટે રેલવેને રૂ.૩૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.

રેલવે સ્ટેશનો અને ટ્રેનને સુરક્ષીત બનાવવા માટે તમામ સ્ટેશનો અને કોચ સીસીટીવી કેમેરાની નજરમાં મુકાશે. સ્ટેશનો અને ટ્રેનમાં થતી ગતિવિધિ ઉપર રેલવે પોલીસ ફોર્સની બાજ નજર રહેશે. રેલવે દ્વારા કુલ ૮૯૦૦૦ કેમેરા ખરીદવામાં આવશે.

રેલવે સ્ટેશનો અને ટ્રેનના કોચમાં અવાર-નવાર ગુનાહિત ઘટનાઓ બનતી હોય છે. આતંકવાદીઓ માટે રેલવે સ્ટેશનો અને ટ્રેન સોફટ ટાર્ગેટ ગણવામાં આવે છે. પરિણામે એરપોર્ટની જેમ જ રેલવે સ્ટેશનો અને ટ્રેનને પણ અત્યાધુનિક સુરક્ષા સાધનોથી સજ્જ કરવામાં આવે તે ઈચ્છનીય છે.

ગત બજેટમાં કેન્દ્ર સરકારે રેલવે સ્ટેશનની અને ટ્રેનના કોચની સુરક્ષા જાળવવા માટે માતબર રકમ ફાળવી છે. જેના ભાગ‚રૂપે આગામી સમયમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનના કોચમાં તબકકાવાર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.