Abtak Media Google News

પ્રજાપતિ સમાજને સંગઠીત બનાવવા યુવા ગ્રુપ દ્વારા પ્રયાસ:૨૧મીથી યોજાશે પ્રીમીયર લીગ

સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા દિવસ પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટ્રોફીનું આયોજન રાજકોટથી મોરબી રોડ પર આવેલ રતનપર ગામ રુદ્ર શકિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે  ૨૧-૨ થી ૨૩-૨ અને બીજો તબકકો ૨૮-૨ થી ૦૧-૩ મેચનો સમય: સવારે ૭ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી કરાયું છે.આ ટ્રોફીના મુખ્ય ઉદેશ્યો જેવા કે સંગઠન,સેવા,યુવશકિત જાગૃતિ, રમત -ગમત ને પ્રોત્સાહન તથા સમસ્ત પ્રજાપતિ સમાજના વિવિધ ગોળ -મંડળોને વધુ સંગઠિત કરવાનો છે. આ દિવસ પ્રકાશ ટ્રોફી ફકત સમસ્ત પ્રજાપતિ સમાજ માટે જ છે.દરેક મેચ ૧૨-૧૨ ઓવરની રહેશે.અને ટ્રોફી નોકઆઉટ પદ્ધતિની રહેશે.આ ટ્રોફી ઘાસ વાળા મેદાનમાં અને સીજનની ટર્ફ વિકેટ પર ટેનિસ બોલ થી રમાશે.દરેક મેચની ફોટોગ્રાફી કરવામાં આવશે. આ ટ્રોફીમાં પ્રોફેસનલ અમ્પાયર  દ્વારા અમ્પાયરિંગ કરવામાં આવશે અને એમનો નિર્ણય આખરી રહેશે.મેચનો લાઈવ સ્કોર મોબાઈલમાં જોઈ શકાશે. અને કોમેંટરી પણ કરવામાં આવશે.દરેક ટીમના ખેલાડીઓ માટે મેદાન પર જમવાની (ફકત બપોેરે ૧૨ થી ૨)વ્યવસ્થા કરવામાં આવેલ છે.તા.૦૧-૦૩ રવિવારના રોજ ટ્રોફીનો ફાઈનલ મેચ રમાશે. ખાસ વિશેષતા એ છે કે રવિવાર ૧ માર્ચના રોજ પ્રજાપતિ સમાજની દીકરીઓની ૨ ટીમો વચ્ચે એક પ્રોત્સાહક મેચ રમાશે જે  સમસ્ત પ્રજાપતિ સમાજમાં પ્રથમ વખત આવું અનેરું આયોજન થવા જઈ રહ્યું છે. ચેમ્પિયન ને રૂ.૨૨૨૨૨/-રોકડ પુરસ્કાર, રનર્સ અપને રૂ.૧૧,૧૧૧/-રોકડ પુરસ્કાર,મેન ઓફ ધ સિરીજને રૂ.૨૨૨૨/-રોકડ પુરસ્કાર,તથા આ ટ્રોફીમાં  મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટસમેન જેવા મોમેન્ટો અને ઈનામો આપવામાં આવશે.ફોર્મ અને વધુ વિગતો માટે પરેશ ધોકીયા, -૮૦૦૦૮ ૮૮૦૦૪ આશિષ પાણખણિયા ૯૯૨૫૮ ૮૬૫૬૮,કૌશિક જગતિયા-૯૨૨૭૭ ૭૭૯૦૫, મહેશ ભરડવા- ૮૨૩૮૭૮ ૮૧૮૮, અતુલ સુરાણી-૯૮૨૫૨ ૬૮૨૬૩ અમિત આંદોદરીયા, અલ્કેશ જાદવ, સંજય ધોકિયા, અતુલભાઈ જગતિયા, મયુર માવદિયા, વિકી ટાંક, જાબાલ કટકીયાનો સંપર્ક આપવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.