મુખ્યમંત્રી વિજયભાઇની શુભેચ્છા મુલાકાત લેતું સમસ્ત મહાજન પ્રતિનિધિ મંડળ

ગોમય ગણેશની મુર્તિ, પંચગવ્ય ઉત્પાદનો અર્પણ કર્યા

સમસ્ત મહાજનના પ્રતિનિધિ મંડળે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લઇ ગોમય ગણેશની મૂર્તિ અને પંચગવ્ય પ્રોડકટસ અર્પણ કરી અભિવાદન કર્યુ હતું. વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજનનાં પ્રતિનિધિ મંડળ દ્વારા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય ગીરીશભાઇ શાહના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા કરી હતી.

આ તકે જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ગોમય ગણેશની મૂર્તિ અને પંચગવ્ય પ્રોડકટસ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા ગોમય ગણેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગાયના ગોબરમાંથી બનેલા દિવાઓ ભારતના ૧૧ કરોડ પરિવારોમાં પ્રગટે અને સમગ્રપણે ૩૩ કરોડ દિવડાઓ સમગ્ર ભારત વર્ષમાં દિપાવલી પર્વ દરમ્યાન પ્રગટે તે માટે રાષ્ટ્ર વ્યાપી કામધેનું દિપાવલી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

ગીરીશભાઇ શાહ અને સમગ્ર પ્રતિનિધિ મંડળે જીવદયા, ગૌસેવાના વિવિધ વિષયો પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ મુલાકાત દરમ્યાન ગીરીશભાઇ શાહની સાથે એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઇન કરૂણા ફાઉન્ડેશનના ધીરુભાઇ કાનાબાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

Loading...