Abtak Media Google News

બાબરી ધ્વંશકાંડ પૂર્વઆયોજિત નહીં પણ ‘આકસ્મિક’ ઘટના: ૨૮ વર્ષ બાદ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર પરનું કલંક ભૂંસાયું

સમગ્ર દેશ અને દુનિયામાં ચારે ચવાય-ગવાય ગયેલા બાબરી કેસમાં ૨૮ વર્ષ પછી આજે વિવાદિત ઈમારત તોડી પાડવાના કેસમાં સીબીઆઈ કોર્ટે અંતિમ ચુકાદો જાહેર કરીને તમામ ૩૨ આરોપીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

અયોધ્યામાં એક બાજુ રામમંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે, જ્યારે બીજી બાજુ આજે વિવાદિત ઇમારત તોડી પાડવાને લઈ ચુકાદામાં ૨૮ વર્ષ પહેલાં ૬ ડિસેમ્બર ૧૯૯૨માં અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદની ઇમારત તોડી પાડી હતી. ઇમારત તોડી પાડવાનો આરોપ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત ૪૮ લોકો પર લગાવવામાં આવ્યો હતો. તેમાંથી ૧૬ લોકોનાં નિધન થઈ ગયાં છે. સીબીઆઈનીની સ્પેશિયલ કોર્ટ આજે ૩૨ આરોપીનાં નસીબ પર ચુકાદો સંભળાવ્યો હતો.

આજે આવનારા આ ચુકાદામાં સમગ્ર દેશના માધ્યમોની લખનૌ પર નજર હતી. સવારે નિર્ધારીત સમયે કોર્ટની કાર્યવાહી શ‚ થઈ ગઈ હતી અને સ્પેશિયલ જજ એસ.કે.યાદવ પોતાના કાર્યકાળના અંતિમ દિવસે આજે કોર્ટમાં આવીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે તેઓ નિવૃત થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીનું એક્ષટેન્શન આપ્યું હતું. આજે સવારથી લખનૌની સ્પેશિયલ કોર્ટના પરિશરમાં ભારે ચહલ-પહલ જોવા મળી હતી.

બાબરી કેસના ચુકાદાના સમયે આ કેસના મુખ્ય આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોષી, ઉમા ભારતી, શિવસેનાના સાંસદ સતિષ પ્રધાન, મહંત નૃત્યગોપાલદાસ, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહે કોર્ટમાં હાજર ન રહેવાની પરવાનગી માંગી લીધી હતી. આ સીવાયના દરેક આરોપી હાજર રહ્યાં હતા.  મુખ્ય ન્યાયમૂર્તિ એસ.કે.યાદવે ખુલતી કોર્ટમાં જ જારી કરેલા ચુકાદામાં ઠેરવ્યું હતું કે, ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં કાર સેવકોએ બાબરી મસ્જિદની ઈમારત તોડી પાડી હતી. ઈમારત તોડી પાડવાના આરોપમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી સહિત ૪૮ લોકો પર કેસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ટ્રાયલ દરમિયાન ૧૬ લોકોના અવસાન થયા હતા.

કોર્ટે આ અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ઘટના અચાનક થઈ હતી. પૂર્વઆયોજિત ન હતી. કોર્ટમાં ૬ આરોપીઓ ગેરહાજર રહ્યાં હતા, લાલકૃષ્ણ અડવાણીએ વિડીયો કોન્ફરન્સથી ચુકાદો સાંભળ્યો હતો. સ્પેશિયલ જજ એસ.કે.યાદવે જણાવ્યું હતું કે, આ ઘટના કોઈપણ સંજોગોમાં પૂર્વ આયોજિત નથી તે અચાનક ઘટેલી ઘટના છે. ૨૮ વર્ષ પછી આવેલા આ ચુકાદામાં ૩૫૧ સાક્ષીઓ અને ૬૦૦ પુરાવાઓ ધ્યાને લેવામાં આવ્યા હતા. ૪૯માંથી ૧૭ આરોપીઓના મૃત્યુ નિપજી ચૂકયા હતા. કોર્ટમાં વકીલો અને આરોપીઓ સીવાય કોઈને દાખલ થવા દીધા ન હતા.

આ કેસમાં ૧૭ વર્ષ સુધી લીંબરહાન પંચની તપાસ ચાલી હતી. અને આ પંચ ઉપર દસેક કરોડ ‚પિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ૩૦ જૂન ૨૦૦૯ના રોજ આ પંચે સરકારને અહેવાલ સોંપ્યો હતો.

બાબરી ધ્વંસ કેસ પર ચુકાદાના સમયે પાંચ આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસેના સાંસદ રહેલા સતીશ પ્રધાન, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ હાજર રહેશે નહીં. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ કોર્ટમાં હાજર થવા માટે લખનઉ પહોંચી ગયા હતા. થોડા દિવસ પહેલાં તેઓ કોરોનામાં ઝડપાઈ ગયા હતા, ત્યાર પછીથી તેમની સારવાર ચાલતી હતી.

મહંત નૃત્યગોપાલ દાસ તેમની ખરાબ તબિયતને કારણે હાજર થયા ન હતા. તેમના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું હતું કે મહંત નૃત્યગોપાલ દાસ મહારાજની તબિયત સારી નથી. કોરોના સંક્રમિત થયા પછી તેઓ બહાર નથી જતા. તેમની નિયમિત મેડિકલ તપાસ કરવામાં આવે છે. કોર્ટને બધું ખબર જ છે, તેથી તેઓ કોર્ટમાં હાજર થવાના નથી. તેઓ મણિરામ છાવણીમાં રહીને જ કોર્ટનો ચુકાદો સાંભળ્યો હતો. આજના આ ચુકાદાના પગલે વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, કાનપુર, સામલી, અલીગઢ અને મથુરામાં સુરક્ષાના કડક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.