Abtak Media Google News

લાઈઝન ઓફીસરોને તાલુકા મથકે ફરજ પર જવા આદેશ:  પેટ્રોલ પંપોએ ૨૦૦૦ લીટર પેટ્રોલ અને ૧૦૦૦ લીટર ડીઝલનો જથ્થો અનામત રખાશે

હવામાન વિભાગ દ્રારા મહા વાવાઝોડાની આગાહીના પગલે ઉભી થનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ કરી એલર્ટ થઈ ગયુ છે. જિલ્લા કલેકટરશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમાં આગમચેતી રાખવા તેમજ જાનહાની કે પશુધનને નુકશાન ન થાય તેની તકેદારી રાખવા તમામ પગલાઓ લેવા તેમણે તાકીદ કરી હતી.

હવામાન ખાતાની આગાહી મુબજ તા.૬ નવેમ્બરે સવારથી તા.૭ અને ૮ નવેમ્બર દરમીયાન વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. ગીર સોમનાથ જિલ્લો ૧૦૦ કિ.મી.થી વધુ દરિયાકાંઠો ધરાવે છે. લો-લાઈન વાળા તેમજ દરિયાઈ પટ્ટીના ગામોમાં તલાટીઓને વિશેષ તકેદારી રાખવા સાથે સ્તળાંતર કરવાનુ થાય તો આશ્રયસ્થાનો નક્કી કરી લેવા, સાયકલોન સેન્ટરોનો ઉપયોગ કરવા, ફુટ પેકેટની વ્યવસ્થા માટે એનજીઓ સાથે સંકલન કરવા સુચનાઓ આપી હતી. જિલ્લાના છ તાલુકા માટે નિયુક્ત લાઈઝન ઓફીસરોને તા.૫ નવેમ્બર રાતથી તાલુકા મથકે ફરજ પર જવા આદેશ કરી જિલ્લા કલેકટરશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ મુશ્કેલી હોય તો તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીનો લોકોને સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું

કોમ્યુનીકેશન સિસ્ટમ કાર્યરત રાખવા, તમામ કચેરીઓનું સંકલન રાખવા સાથે જરૂરીયાત મુજબ તમામ પેટ્રોલ પમ્પોને ૨૦૦૦ લીટર પેટ્રોલ અને ૧૦૦૦ લીટર ડિઝલનો જથ્થો અનામત રાખવા જણાવ્યું હતું. આપત્તિમાં તમામ અધિકારીઓ ની ડ્યુટી પ્રોફેશનલ નહિ પરંતુ મોરલ ડયુટી બની જાય છે. ત્યારે તંત્રના અધિકારીઓ કર્મચારીઓનો નો રીઝન રીઝલ્ટ માટે કાર્યરત રહેવા જિલ્લા કલેકટર રહેવરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

માર્ગમકાન વિભગ રસ્તાઓ કાર્યરત રાખવા, રોડ વાઈઝ જેસીબી અને ડમ્પર મુકશે, ઙૠટઈક નગરપાલીકાઓ, પોલીસ, ફિશરીઝ, પોર્ટ ઓફિસ, જિલ્લા પંચાયત વેરાવળ, એસ.ટી.ડેપો વેરાવળ ૨૪ કલાક ક્ધટ્રોલ રૂમ કાર્યરત છે. ફોરેસ્ટ વિભાગ માર્ગ મકાન વિભાગને સુચારૂ સંકલન કરવા જણાવ્યું હતું. બેઠકમાં અધિક કલેકટર એચ.આર.મોદી, પ્રાંત અધિકારીશ્રી નિતીન સાંગવાન, નવ નિયુક્ત અધિક કલેકટર પ્રજાપતિ સહિત તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં સહભાગી થયા હતા.

જિલ્લાની ૨૭૮૩ બોટો નજીકનાં વેરાવળ કે નજીકાના બંદરો પર પાર્ક કરી દેવામાં આવી છે. તેમજ બાકી બોટો સત્વરે પરત ફરે તેવી કાર્યવાહી સાથે કોસ્ટગાર્ડ અને નેવી પણ માચ્છીમાર બોટો અંગે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું હતું. વાવાઝોડા સંદર્ભે એક પણ ફીશીંગ બોટો દરીયામાં ન જાય અને જાય તો પગલા લેવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.