ભુજ વિધુત પોલીસ મથકમાં દારૂની મહેફિલ

ત્રણ વીજકર્મી અને કોન્સ્ટેબલ સહિત ચાર ઝડપાયા

વિદ્યુત પોલીસ સ્ટેશનમાં એક ટેબલની આજબાજુ ૪ વ્યક્તિઓ ખુરશી રાખીને દારૂની મહેફિલ માણતા પ્રેમી રશિયાઓ ઉપર પોલીસ ત્રાટકતાં દારૂના નશામાં ધૂત થયેલા વ્યક્તિઓની પગ તળે જમીન ખસી ગઈ હોય તેમ દારૂનો નશો ઉતરી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસને બાતમી મળતાં ગુરૂવારે મોડી રાત્રે એએસઆઇ પંકજકુમાર કુસ્વાહાએ દરોડો પાડ્યો હતો .

દરોડા દરમિયાન પીજીવીસીએલ પોલીસ મથકના કોસ્ટેબલ કાનજીભાઈ હરસુરભાઈ સોયા (ગઢવી) (ઉ.વ.૪૮,રહે.અંજાર પોલીસ લાઈન),મનોજ ગોવિંદભાઈ પરસોડા ઠાકોર ( ઉ.વ .૪૭ , રહે . ભુજ જીઈબી કોલોની), બિપીન કાળીદાસ મકવાણા (ઉ.વ.૫૨,રહે.જીઈબી કોલોની,ભુજ ) અને મનોજના મિત્ર વિવેક સુરેશભાઈ ભાટીયા (ઉ.વ.૩૨ , ભાણજી સ્ટ્રીટ,તળાવ શેરી પાસે , ભુજ)સહિત ચાર જણાઓ પોલીસ મથકના વહીવટી રૂમની અંદર વ્યવસ્થિત દારૂ પીવાની મોજ માણી રહ્યાં હતા.અચાનક પોલીસને જોઇ ચારેય જણાઓનો નશો ઉતરી ગયો હતો.પોલીસે ચારે આરોપીઓને ઝડપી પાડી તમામ વિરૂધ પ્રોહિબીશનનો ગુનો દર્જ કર્યો હતો.પકડાયેલાઓમાં મનોજ પરસોડા અને બિપીન મકવાણા પીજીવીસીએલમાં લાઈનમેન અને પ્યુન તરીકે ફરજ બજાવતાં હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Loading...