Abtak Media Google News

લોધિકાના હરીપર પાળ ગામેથી ૨૦૨ બોટલ દારૂ  સાથે ત્રણ બૂટલગેરની ધરપકડ

લોક ડાઉન દરમિયાન વિદેશી દારૂ મળવો મુશ્કેલ બન્યા બાદ તાજેતરમાં જ અનલોક જાહેર થતા અન્ય ધંધાની જેમ દારૂનો ધંધો પણ પુબહાર ખીલ્યો હોય તેમ કોટડા સાંગાણીના પાંચ તલાવડા અને લોધિકાના હરીપર પાળ ગામના બુટલેગરોએ વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવ્યાની બાતમના આધારે પોલીસે બંને સ્થળે દરોડા પાડી પાંચ તલાવડાથી રૂા.૧.૬૫ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જ્યારે લોધિકાના હરીપર પાળ ગામેથી ૨૦૨ બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.

કોટડા સાંગાણી તાલુકાના પાંચ તલાવડા ગામે રહેતા પ્રદ્યુમનસિંહ મનોહરસિંહ જાડેજાની વાડીમાં વિદેશી દારૂ છુપાવ્યાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દારૂ અંગે દરોડો પાડયો હતો. વાડીમાંથી રૂા.૧.૬૫ લાખની કિંમતની ૯૪૩ બોટલ વિદેશી દારૂ અને ૪૪૪ બિયરના ટીન મળી આવતા વાડી માલિકની શોધખોળ હાથધરી છે.

લોધિકા તાલુકાના હરીપર પાળ ગામના સરકારી ખરાબામાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યાની બાતમીના આધારે લોધિકા પીએસઆઇ એચ.એમ.ધાધલ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૧ લાખની કિંમતની ૨૦૨ બોટલ વિદેશી દારૂ સાથે પાળ ગામના નરેશ રામા બગડા, યોગેશ ખીમજી રાઠોડ અને રાજકોટના મુન્ના ઉર્ફે મુન્નો મુળી પરમારની ધરપકડ કરી છે.

ટ્રાવેલ્સને છૂટ મળતા દારૂની હેરાફેરી વધી

ભાવનગર નજીક ખાનગી બસના ચોર ખાનામાંથી ૧૦૮૦ બોટલ દારૂ પકડયો

કોરોનાની મહામારીને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ચાર ચાર આપવામા આવ્યા બાદ અનલોક -૧માં છૂટછાટ આપવામાં જનજીવન ધમધમવા લાગ્યું છે જેમાં ભાવનગર નજીક ખાનગી બસના ચોર ખાનામાંથી ૧૦૮૦ વિદેશી દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ અમદાવાદથી ડી.એલ.૧ વીસી ૧૫૩૬ નંબરની ટ્રાવેલ્સની બસમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની મળેલી બાતમીના આધારે વેળાવદર ભાલ પોલીસ મથકના સ્ટાફે ભડભીડ ગામના પાટીયા પાસે વોંચ દરમિયાન ખાનગી બસને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂા.૪ લાખની કિંમતનો ૧૦૮૦ બોટલ ચોરખાનામાંથી ઝડપી લીધો હતો. પોલીસે રાજીવ જ્ઞાનસિંહ રાણા, સિધ્ધરાજસિંહ બળદેવસિંહ ઝાલા, જગદીશ ગોવિંદ પઢીયા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી દારૂ, બસ અને મોબાઈલ મળી રૂા.૧૦ લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો અમદાવાદના ભરત રામા રબારી નામનો શખ્સ આપ્યો હોવાનું ખૂલતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

શાપરમાં વિદેશી દારૂની ૩૧ બોટલ સાથે બે ઝડપાયા

શાપર પોલીસે મીના કાસ્ટીંગ પાસે વાહન ચેકીંગ દરમિયાન એક બાઈક નંબર વગરનું ડબલ સવારીમાં નીકતા તેને અટકાવી તેની તલાસી લેતા તેમાંથી રૂા.૧૦,૮૫૦ની વિદેશી દારૂની ૩૧ બોટલ મળી આવતાં રાજકોટ, મેહુલનગર ૯ નીલકંઠ ટોકીઝ પાછલ રહેતો સૌરભ ભીખુભાઈ ચંદારાણા અને રાજકોટ સોમનાથ સોસાયટીમાં રહેતો સંદિપ મહેન્દ્ર પરમાર નામના શખ્સોને શરાબ બાઈક અને બે મોબાઈલ મળી રૂા. ૩૫૮૦૫ના મુદામાલ સાથે શાપર પી.એસ.આઈ. કે.એ. ગોહિલ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બકોત્રા, કોન્સ્ટેબલ માવજીભાઈ ડાંગર સહિતના સ્ટાફે જપ્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.