Abtak Media Google News

આપણે જેમ આહારવિહારનું ધ્યાન રાખીએ છીએ તેવી રીતે શરીરની તંદુરસ્તીનું ધ્યાન પણ રાખવું જોઈએ. ખાસ કરીને શિયાળા દરમિયાન ફિટનેસનું ધ્યાન રાખવું પડે છે. ઘણા પહેલાં કસરત શરૂ કરે છે પછી કોઈને કોઈ કારણસર પડતી મૂકી દે છે. જો કે દરરોજ વર્કઆઉટ નહીં કરી શકવાના કારણો અનેક હોઈ શકે છે. ઘણા સમયી વર્કઆઉટ કરવાનું છોડી દીધું હોય તો ફરી પાછું શરૂ કરી જ શકાય.

વર્ક-આઉટ ફરી શરૂ કરતાં પહેલાં થોડી કાળજી રાખવાનું આવશ્યક છે.

કાર્ડિઓવાસ્કયુલર એક્સસાઈઝ :

આ એક્સસાઈઝના ઘણા વિકલ્પ છે. વોકિંગ, જોગિંગ, દોડવાની, સાઈકલિંગ, ઍરોક્સિ ક્લાસીસ, આ ઉપરાંત રજાને દિવસે ફૂટબોલ, ટેનિસ, બેડમિંગ્ટન રમવાની વગેરે કોઈપણ તમારી રૂચિ પ્રમાણે કરી શકો.

રેઝિસ્ટન્સ :

આ પ્રકારમાં પણ ઘણાં વિકલ્પો મળી રહે છે. વેઈટ ટ્રેનિંગ, રેસિસન્સ બેન્ડ્સ, સ્ટેબિલિટી બોલ બોડી વેઈટ બેરિંગ એક્સસાઈઝ અવા બીજા કોઈ ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકો.

ફ્લેઝિબિલિટી :

શરીરનાં સ્નાયુને સુડોળ બનાવવા આ કસરત અત્યંત જરૂરી છે. આ માટે તમે યોગાસનો કરી શકો. યોગાસનો કરવાી શરીરનાં સ્નાયુ મજબૂત રહે છે. આ ઉપરાંત કેટલાક હાઈબ્રિડ વર્કઆઉટ હોય છે જેમાં હૃદયને બળ મળે અને ફ્લેક્ઝિબિલિટી પણ મેળવી શકાય. જેમ કે પાવર યોગ, ટાબાટા ટ્રેનિંગ, હાઈ ઈન્ટેસિટી ટ્રેનિંગ, બૂટ કેમ્પ અવા ક્રોસફિટ જેવી કસરત કરી શકાય.

સેટિંગની પસંદગી :

તમને બધા સો હળવું મળવું ગમતું હોય તો જિમ જોઈન કરી શકો. જેમને એકલા કસરત કરવાની ટેવ હોય એમણે ટ્રેનર પાસેી તાલીમ લેવી જોઈએ. આઉટડોર કસરતમાં બૂટ-કેમ્પ ટ્રાય કરી શકો અવા પાર્કમાં જોગિંગ કરી શકો. બાસ્કેટ બોલ, ટેનિસ રમી શકો.  દરરોજના શિડ્યુલમાં કસરતનો સમાવેશ કરો.

ફિટનેસ જાળવી રાખવા માટે રોજના ટાઈમટેબલમાં કસરત માટે ોડો સમય ફાળવો. કસરતના સમયને લીધે તમારો કોઈ પ્લાન બગડતો હોય તો કરસત છોડી દેવાનું મન ાય કે બીજું કંઈ !

ગોલ નક્કી કરો :

વધી ગયેલા વજનને ઘટાડવાનું પ્લાનિંગ કરતા હો તો વજન એકસામટું ઘટાડવા મંડી પડવાને બદલે દર મહિને ૨-૩ કિલો વજન ઘટાડવાનો પ્રયાસ કરો. ઝડપી વજન ઘટાડવાનો પ્રયાસ કરનારને વળી બીજા ખતરાનો સામનો કરવો પડતો હોય છે. કોઈપણ જાતની કસરત શરીરની ક્ષમતા પ્રમાણે કરવી જોઈએ. પહેલાં જાણી લેવું જોઈએ કે તમારા માટે કઈ કસરત કારગત નીવડી શકે છે. એ પ્રમાણે તમારો ગોલ નક્કી કરો.

ધીરજ રાખો :

ઘણાંને ઝટપટ કસરત કરીને ઝટપટ પરિણામ મેળવવું હોય છે. એમાં ાય છે એવું કે વજન ઘટાડવાની કસરત કર્યા પછી શરીરની ચરબી ઓગળી જતાં ત્વચા પર કરચલી પડી જતી હોય છે. એટલે ત્વચા પાછી પહેલાં જેવી બનાવવા બીજા ઉપાય કરવા પડે છે. સાચી રીત શરીરનો શેપ જાળવીને કસરત કરવી જોઈએ. કસરત શરૂ કર્યા પછી પણ બે અઠવાડિયામાં કોઈ પરિણામ ન મળે તો ઘણાં નિરાશ ઈને તે પડતી મૂકતા હોય છે. તેઓ એ ભૂલી જાય છે કે પંચ તત્ત્વના બનેલા શરીરને પણ વાર લાગે છે. એ માટે ધીરજ રાખીને પહેલાં વોમ-અપ કસરત કર્યા પછી ધીમે ધીમે તમને સાનુકૂળ કસરત કરવી જોઈએ. કસરત એક મહિનો સુધી કરવી જોઈએ. કેટલું વજન ઘટ્યું તેની નોંધ રાખવી જોઈએ.

આહારનું ધ્યાન રાખવાનું અતિઆવશ્યક :

ગોલ નક્કી કર્યા પછી તમે ૫૦ ટકા જ સફળ ાવ છો. બાકીના પચાસ ટકા માટે તમારે આરોગ્યપ્રદ અને પૌષ્ટિક તત્ત્વ ધરાવતાં આહારનું સેવન કરવું જોઈએ. જન્ક ફૂડને બદલે શક્તિવર્ધક આહાર લેવો જોઈએ. તાજાં ફળો-શાકભાજી, દાળ, કઠોળ, અનાજ વગેરેમાંી બનેલી પૌષ્ટિક વાનગી દરરોજ લેવી જોઈએ. આરોગ્યપ્રદ આહાર લેવાી શરીરને પૂરતું પોષણ મળે છે. કસરત શરીરને નવું જોમ આપે છે. ચુસ્તી સ્ફૂર્તિ જાળવવી રાખવા એક કસરત ન ફાવી તો કસરત કરવાનું ત્યજી દેવાનો વિચાર આવતાં તે ખંખેરી નાખો. તમને કરવામાં મજા પડે તેવી કસરત કરી જ શકોને. દરેક વખતે કશું જુદું કરો. દા.ત. જિમમાં જવાને બદલે વોકિંગ કરો. વોકિંગ કરવાનો કંટાળો આવે તો સ્વિમિંગ ટ્રાય કરો. એકને એક યોગાસન કરીને કંટાળી ગયા હો તો બીજું કોઈ આસન કરો. બોડી ટોનિંગના ક્લાસ જોઈન કરો.

એક વાક્ય મનમાં કોરી રાખો. યેનકેન પ્રકારે તંદુરસ્તી ચુસ્તીસ્ફૂર્તિ જાળવી રાખવાની જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.