Abtak Media Google News

અમેઠી નજીક કલકતાથી અમૃતસર જતી ટ્રેનના ટોયલેટમાંથી શકાંસ્પદ વિસ્ફોટક સાથે ધમકી ભર્યો પત્ર પણ મળ્યો

સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસે એક મોટું આતંકી ષડતંત્ર નાકામ કરતા ખુંખાર આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા આતંકીની ધરપકડ કરી હતી તો બીજીબાજુ ઉત્તરપ્રદેશનાઅમેઠીમાં આવેલા અકબરગંજ રેલવે સ્ટેશન પર કલકતાથી અમૃતસર જતી અકાલ તખ્ત એકસપ્રેસના એસી કોચના ટોપલેટમાંથી શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવતા ટ્રેનને રેલવે સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સ્વાતંત્ર્ય પર્વની પહેલા જ બે બે આતંકી કૃત્યોને રોકવામાં પોલીસને તથા તંત્રને સફળતા મળી હતી. ખુંખાર આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા એક આતંકીની પોલીસે ધરપકડ કરી છે અને આ આતંકી નેપાળ ભાગવાની વેતરણમાં હતો ત્યારે જ તેને જડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. દિલ્હી પોલીસને આતંકી વિશે ગુપ્તચર એજન્સી પાસેથી જાણકારી મળી હતી. જાણકારી મળતા જ પોલીસની સ્પેશ્યલ ટીમ આ આતંકીને પકડવામાં લાગી ગઇ હતી. ગઇકાલે પણ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે ત્રણ આતંકીઓને ઠાર માર્ય હતા તેઓ આતંકી ઝાકીર મુસા જુથમાં હતા અને જે અલકાયદા સાથે સંકળાયેલ છે. બીજી બાજુ અમેઠી મજાક અકબરગંજ રેલવે સ્ટેશન પર કલકતાથી અમૃતસર જતી અકાલતખ્ત ટ્રેનના એસ. કોચના ટોયલેટમાંથી પણ અમેઠી પોલીસ અને બોંબ ડિસ્પોઝલ સ્કોવડ દ્વારા ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. અકબરગંજ સ્ટેશનનોર્ધન રેલવેના લખનઉ ડીવીઝનમાં આવે છે. રાત્રે ૧ વાગ્યે આ ઘટના નોધાતા ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી.

તેમજ મોડી રાત્રે જ ડરના માહોલ વચ્ચે અમેઠી પોલીસ પહોંચી ગઇ હતી પરંતુ બોંબ ડિસ્પોઝલ સ્કવોડને પહોંચવામાં  ૪ વાગી ગયા હતા. ટ્રેનની તપાસ દરમ્યાન બોંબની સાથે એક લેટર પણ મળ્યો હતો. જેમાં દુજાનાની શહિદીનો બદલો હિન્દુસ્તાને ચુકવવો પડશે તેવી ધમકી આપવામાં આવી હતી. લખતઉ ડિવીઝનના આરપીએફ કમાન્ડન્ટ સત્યપ્રકાશે જણાવ્યું હતું કે આ અંગેની જાણકારી મળતા તેમણે સ્કવોડ સાથે મળીને શંકાસ્પદ વિસ્ફોટક શોધી કાઢયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.