Abtak Media Google News

મૃતક મૌલાના ઉત્તર પ્રદેશનો મૂળ રહેવાસી હોવાનું અને જેહાદની વાતોથી પ્રેરાઈને અફઘાનિસ્તાન પહોંચીને અલકાયદાનો ટોચનો આતંકી બન્યો હતો

અફઘાનિસ્તાનમાં હજુ મોટાપાયે આતંકી ગતિવિધિઓ ચાલી રહી છે. સાત માસમાં અફઘાનિસ્તાનમાં થયેલા અકે અમેરિકાના હવાઈ હુમલામાં ભારતીય ઉપખંડમાં આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલા અને અલકાયદાના મુખ્યા ગણાતા મૌલાના અસીમ ઉમર ઠાર મરાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનાઉલ્લહક ઈલ્યિસ સન્નુ કે દ્વિપસરાઈ વિસ્તારનો રહીશ એ અને ૧૯૯૦માં પાકિસ્તાન જઈને મૌલાના અસીમ ઉમર બનીને તે અલકાયદામાં જોડાઈ ગયો હતો.

ઉમર અલકાયદામાં હિંસક પ્રવૃત્તિઓનો જનક ગણાતો હતો ૨૦૧૮માં અમેરિકાએ તેને વૈશ્ર્વિક આતંકવાદી તરીકે ઘોષિત કરીને વિદેશી આતંકના સંગઠનનાં વૈશ્ર્વીક યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મૌલાના અસીમઉમરના મૃત્યુની પૃષ્ટિ તાજેતરમાંજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા મહાનિર્દેશકે ટવીટર પર કરીને અન્ય છ અલકાયદાના સભ્યોને પણ મોતને ઘાટ ઉતરી દીધા હોવાના દાવો કર્યો હતો. જેમાં તાલીબાન પ્રભાવી મુસાકાલા જીલ્લામાં હેલમંડ વિસ્તારમાં સપ્ટે.૨૩ના વિદેશ કરવામાં આવેલા ઓપરેશનમાં ઉંમર અને તેના સાગરીતો ઠાર મરાયા હતા.

ઉમરે દારૂલઉલુમ દેવબંદ યુપીમાંથી ૧૯૯૧માં સ્નાતકની પદવી મેળવી હતી. અને ત્યારબાદ તે દારૂલઉલમ હકકાનિયા નવસેકા મદ્રેસા કે જે જેહાદની યુનિ. ગણવામાં આવે છે. તેમાં જોડાઈને દીની અને અસ્કરી જેહાદી સાહિત્ય અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લઈને હરકતુલ મુજાહિદમાં જોડાયો હોત. અને તેણે પાકિસ્તાનમાં તેહરિકે તાલીબાન પાકિસ્તાનની રચના કરી હતી

અલ કાયદાના અયમન અલ જવાહિરીએ ભારત, બાંગ્લાદેશ, અને મ્યાનમાર ન કાર્યક્ષેત્ર બનાવીને ભારતમાં જ જેહાદનો સપ્ટે. ૨૦૧૪માં વિડિયો રિલિઝ કરીને તે વર્ષે અફઘાનના મિરાન શાહ વિસ્તારમાં કાર્યક્રમ યોજીને ઉંમરને પ્રમુખ બનાવ્યો હતો.

ભારતીય ગુપ્તચર વિભાગને જવાહિરીની આ યોજનાની જાણ થતા દિલ્હી પોલીસેમો. આસિફને પકડી લીધો હતો. ગુપ્તચર એજન્સીઓને ઉંમરનાં અલકાયદાના જોડાણની માહિતી મળતા દિપાસરાઈમા તેની ખબર કાઢતા ૧૪ વર્ષ પહેલા તે ગુમ થઈ ગયો હોવાનું અને તે જીવતો છે.કે મરી ગયો તેનીજાણકારી ન હોવાનું તેના પરિવારે જણાવ્યું હતુ ઉંમરને પરિવાર સ્વતંત્ર સંગ્રામમાં બ્રિટીશ સરકાર સામે લડવામાં હતો. ઉંમરના પિતા ઈરફાનુલકક દેશપ્રેમી પરિવારમાંથી આવે છે.તેમણે તેમના પુત્રની ભાળ મેળવવા અખબારોમાં જાહેરાત પણ આપી હતી.

૧૯૯૫માં ગુમ થયા પહેલા ઉંમરે મકકા જવા માટે એકલાખ રૂપીયાની માંગણી કરી હતી. જયારે ઉમર ટી.ટી.પી.જેવા આતંકવાદી સંગઠન માટે કામ કરતું હોવાનો અને તાલીબાન સાથે જોડાય ગયો હોવાનો પરિવારને સુરક્ષા એજન્સીઓને માહિતી મળતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

અફઘાનિસ્તાનમાં અમેરિકાના હવાઈ હુમલામાં ઉમર સાથે અન્ય છ આતંકીયોનો પણ ખાતમો બોલાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓની યાદીમાં ભારતીય મૂળનો ઉંમર સૌથી મોખરે હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.