Abtak Media Google News

કોરોનાની મહામારીથી સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે તેમજ અન્ય કારણ હોવાથી ટેમ્પરરી છુટવા અરજી કરી’તી

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં અક્ષીત છાયાએ કોરોનાની મહામારીની બિમારીની આરોગ્ય ઉપર અસર પડે તેમજ અન્ય કારણથી વચગાળાની કરેલી જામીન અરજી હાઈકોર્ટના કડક વલણથી પરત ખેંચી છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૩૦ ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હયિાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરી મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાા જેરામ, ખીમજી નાાભાઈ, ભુપત નાાભાઈ, રોનક નાાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી હતી.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો.

આ ગુનામાં અક્ષીત કદમકાંત છાંયા નામના શખ્સે રાજકોટ કોર્ટમાં કોરોનાની મહામારીથી પોતાના સ્વાસ્થ્ય ઉપર અસર પડે તેમ હોવાથી વચગાળાની જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકારી વકીલ અને મુળ ફરીયાદીના એડવોકેટ રૂપરાજસિંહ પરમારની ધારદાર દલીલ તેમજ લેખીત અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. અક્ષીત છાંયાને વચગાળાની જામીન નામંજુર કરવામાં આવતા તેની સામે હાઈકોર્ટમાં અક્ષીત છાયાએ માનવતાની જામીન અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટના કડક વલણ જોતા માનવતાની જામીન અરજી પરત ખેંચી છે. આ કામમાં  ફરિયાદી વતી હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે વીકીભાઈ મહેતા,  રુપરાજસિંહ પરમાર અને મનીષભાઈ પાટડીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.