Abtak Media Google News

પાંગગોંગ નજીક ચીને છાવણીઓ ઉભી કરવાન પેરવી કરતા ભારતીય સેના સાબદી

ભારતના સેના અધ્યક્ષ જનરલ એમએમ નારવાણએ શુક્રવારે લડ્ડાખની મુલાકાત લઈ ચીન સાથેના સરહદીય વિસ્તારમાં વિરોધી દળના સૈનિકોનાહિંસક અટકચાળા બાદ સમીક્ષા મુલાકાત લીધી હતી.

આ ઘટનાના બીજા દિવસે સેના અધ્યક્ષ મુલાકાત લઈ ભારતના સુણક્ષા જવાનો અને સેના સાથે સરહદની સલામતી અંગે ખેવના કરી હતી. જનરલ નારવાણેએ ભારતીય સેનાના મોરચાની ખરી સ્થિતિ અને પરિસ્થિતિની જાણકારી માટે જનરલ વાયકે જોષી, લેફટર્નલ જનરલ હરિન્દર સિંગ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે મસલતરી હતી. સેનાએ જનરલ નારવાણેની અડધા દિવસની મુલાકાતની કોઈ વિગતો માધ્યમોને આપી ન હતી પરંતુ આધારભૂત સુત્રોમાંથી વિગતો જાણવા મળી હતી કે સરહદ પર કોઈ વિશિષ્ટ ગતિવિધિઓ ચાલી રહી છે. ચીનની સરહદ પરના વિસ્તારમાં પીએલએન દ્વારા થઈ રહેલી હરકતના પગલે ભારતીય સેના સાબદી બની છે.

ઉતર વિભાગને સાબદો કરવામાં આવ્યો છે. ચીન સેના સાથે તનાવ ઘટાડવા માટે બ્રિગેડીયરસ્તરની મુલાકાતનો દોર શરૂ થશે ભારત અને ચીન બંને પક્ષે સરહદ પર વધારાના સૈનિકોનો ઉમેરો કરવાનું ચાલુ રાખ્યું છે. પૂર્વ લડાખમાં ચીનની સેનાની આગળ વધવાની ગતિવિધ પાંગગોંગના કાંઠે ચીનની છાવણીઓ ઉભી કરવાની પૈરવી સામે ભારતીય સેનાએ વિરોધ નોંધાવતા આ તનાવ ઉભો થયો હતો. બંને જુથો વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો અને ચીને ભારતીય સેનાનું પેટ્રોલીંગ અને બાંધકામ અટકાવવાની પૈરવી કરી હતી સરહદ પર દરબકદ્રાસ વચ્ચે ૨૫૫ કિમીના રોડ નિર્માણ અને કારાકોશ્મ નજીક પૂરા થતા આ રોડના બાંધકામ અંગે સંઘર્ષ ચાલી રહ્યો છે. જૂન ઓગષ્ટ ૨૦૧૭માં સીકકીમ, ભુતાન, તિબેટ સરહદ ઉપર અને ૪૮૮ કિમીના લાંબા વિસ્તાર અને લડાખથી અરૂણાચલ પ્રદેશનાં વિસ્તારમાં લાંબા સમયથી સંઘર્ષ ચાલે છે.

ભારત અને ચીન વચ્ચે એકસાઈચીન અને લડાખના વિસ્તારોમાં ચીનની ઘુસણખોરીના પ્રયાસોને લઈને છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલા વિવાદોને પગલે ચીની સૈનિકોનાં કાંકરીચાળા અને અટકચાળાને લઈને ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે સેના અધ્યક્ષ નારવાણે લડાખ વિસ્તારની મુલાકાત લેતા સંરક્ષણ ક્ષેત્રે અને કરીને ભારત અને ચીનના સેના વર્તુળમાં ભારે ગરમાવો ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.