Abtak Media Google News

સમાજવાદી પાર્ટી નું રાષ્ટ્રીય અધિવેશન આગ્રામાં ગુરુવારે યોજાયું. તેમાં અખિલેશ  પાર્ટીના બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અખિલેશ યાદવે મુલાયમ સિંહને અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ પહોંચ્યા નહીં. અખિલેશને આગલા 5 વર્ષ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ અધિવેશનમાં દેશભરમાંથી આશરે 15 હજાર પાર્ટીના ડેલિગેટ્સે હિસ્સો લીધો હતો.અધિવેશનમાં હિસ્સો લેવા માટે અખિલેશ બુધવારે પહોંચ્યા હતા, જ્યારે રામગોપાલ 3 ઓક્ટોબરે જ પહોંચી ગયા હતા. 28 સપ્ટેમ્બરે અખિલેશ યાદવે મુલાયમ સિંહને મળીને આગ્રાના રાષ્ટ્રીય અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ અધિવેશનમાં પહોંચ્યા નહીં.પહેલા સમાચાર આવ્યા છે કે કારોબારી દોસ્ત પાસે મુલાયમ સિંહે અધિવેશનમાં જવા માટે ચાર્ટર્ડ પ્લેન માંગ્યું હતું.બુધવારે અખિલેશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું “મેં નેતાજી પાસે આશીર્વાદ માંગ્યા છે, હું ઇચ્છું છું કે તેઓ આગ્રા આવે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.